Not Set/ ફક્ત શાળા પ્રવેશ ઉત્સવ કરી દેવાથી ભણશે ગુજરાત? ફરી બીજા કામમાં જોતરાતા, શિક્ષકો ભણાવશે ક્યારે?

સરકારી અહેવાલો પ્રમાણે જ્યારે દેશભરમાં પહેલાથી જ શિક્ષકોની કમી છે અને દેશનાં અનેક ગામોમાં શિક્ષક ન હોવાનાં કારણે ભણે ભારત અભણ રહી જાય છે, ત્યારે સરકાર દ્વારા પણ ભણે ભારતને અભણ બનાવવાનાં કામમાં પોતાનું સમય સમયે યોગ્ય અને મોટું યોગદાન આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફક્ત શાળા પ્રવેશ ઉત્સવ અને શાળામાં પ્રવેશ […]

Top Stories Gujarat

સરકારી અહેવાલો પ્રમાણે જ્યારે દેશભરમાં પહેલાથી જ શિક્ષકોની કમી છે અને દેશનાં અનેક ગામોમાં શિક્ષક ન હોવાનાં કારણે ભણે ભારત અભણ રહી જાય છે, ત્યારે સરકાર દ્વારા પણ ભણે ભારતને અભણ બનાવવાનાં કામમાં પોતાનું સમય સમયે યોગ્ય અને મોટું યોગદાન આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફક્ત શાળા પ્રવેશ ઉત્સવ અને શાળામાં પ્રવેશ કરાવી દેવાથી ભારત કે ગુજરાત ભણી શકતું નથી તે પાયાની વાત કદાચ સરકાર વિસરી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

ભણતરનો પાયો નાખતા શિક્ષકો અને તેમા પણ પ્રાથમિક શિક્ષકોને ફરી એક નવું કામ સોંપાયું છે. પહેલા ભોજનનાં બગાડને અટકકવા શિક્ષકોને કામે લગાડી દેવામાં આવતા, બાળકોનું ભવિષ્ય સરકાર દ્વારા બગાડાયું જ છે. ત્યારે ફરી વખત પ્રથમિક શિક્ષકોને વધુ એક કામ સોંપી દેવામાં આવ્યું છે. તો ગુજરાતમાં શિક્ષકોની વ્યાખ્યા પણ સરકાર દ્વારા બદલી દેવામાં આવી છે કે શું ?

જી હા હવે પ્રથમિક શિક્ષકો ભણાવવાને બદલે ઘરે ઘરે જઈને નિરક્ષરોને(અભણોને) શોધવાનું કામ કરશે. નિરક્ષરોને શોધવાનું કામ સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને સોંપાયું છે. શિક્ષકો દ્વારા ઘરના તમામ સભ્યોની ઓનલાઇન એન્ટ્રી કરીને નિરક્ષરોને શોધાશે એટલે કે સર્વે અને ડેટા કલેક્શનનું કામ શિક્ષકોને માથે થોપી દેવામાં આવ્યું છે? સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવવું જોઇએ કે, આ ડેટાનો ઉપયોગ સેમા કરવામાં આવશે. તે પ્રાથમિક શિક્ષકે આ કામ કરી રહ્યા છે તો શું ગુજરાતમાં પ્રથમિક શિક્ષકોનીા સંખ્ય જરુરીયાત કરતા વધારે છે અને છે તો કેટલી વધારે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.