@નીરવ ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ – દાદરા નગર હવેલી
દેશભરમાં 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતી ઉજવણી થઇ હતી. તેને ધ્યાનમાં લઇ નાનકડા સંઘ પ્રદેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ નામથી મિલેટ્રી એકેડમીની શરૂઆત થવા જઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે, વિદ્યાભારતી દ્વારા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી નાના-મોટા હજારો શૈક્ષણિક સંકુલ ચાલી રહ્યા છે. જો કે વિદ્યા ભારતી દ્વારા દેશમાં હવે મિલેટ્રી એકેડમી પણ શરૂ કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ આ ગુજરાતના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં દેશના પ્રથમ સંઘપ્રદેશમાં અનોખી મિલેટ્રી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. જેનું સંચાલન વિદ્યાભારતી દ્વારા કરવામાં આવશે.

આ મિલેટ્રી એકેડેમીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારના આદિવાસી અને પછાત વિસ્તારના બાળકોને પાયાથી જ મીલેટરીનું શિક્ષણ અને પ્રશિક્ષણ મળી રહે અને તેમને દેશના આર્મી નેવી અને એરફોર્સના સેવા કરવાનો મોકો મળે અને તેમને તેના પ્રશિક્ષણ અને શિક્ષણની તક મળી રહે તે હેતુથી અંતરિયાળ વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીની શરૂઆત કરવામાં આવનાર છે.

અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ મિલેટ્રી શૈક્ષણિક સંકુલમા 640 જેટલા વિદ્યાર્થીઓને આ મિલેટ્રી શૈક્ષણિક સંકુલમાં રહેવા જમવા રમતગમત અને શિક્ષણની સાથે પણ ટ્રેનિંગ મળી રહે અને સંસ્કારોનું પણ સિંચન થાય અને દેશના આર્મી નેવી અને એરફોર્સનામાં સેવા કરવાનો મોકો મળે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આ પ્રસંગે ઉપસ્થિત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલ વિદ્યા ભારતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને બિરદાવ્યા હતા. આજે ભૂમિ પૂજન કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સાથે વલસાડ જિલ્લાના પણ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે શ્રેષ્ઠી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, આ શૈક્ષણિક મિલેટ્રી સંકુલનો નિર્માણ અંદાજે ૫૦ કરોડના ખર્ચે દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી કરવામાં આવનાર છે. આથી કાર્યના શુભારંભમાં જે દાતાઓ એ પોતાનો અમૂલ્ય આર્થિક ફાળો આપ્યો છે. તેવા દાતાઓનું પ્રશાસક પ્રફુલ પટેલ હસ્તે સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આમ વિદ્યાર્થી દ્વારા દેશમાં આ પ્રથમ સંઘપદેશમાં શરૂ થનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી આ અંતરિયાળ અને પછાત આદિવાસી વિસ્તારના બાળકોમાં રાષ્ટ્ર ભાવનાની સાથે સંસ્કારનું સિંચન કરી તેમને દેશના સેવામાં તત્પર રહે તેવા નાગરિકોનું ઘડતર કરે અને પોતાના વિસ્તારની સાથે દેશના પણ વિકાસમાં સહયોગ આપે તેવી શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ આપી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
