Ahmedabad News/ અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીનો પ્રારંભ

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી (Census)કામગીરીની રૂપરેખા રજૂ કરી

Gujarat Ahmedabad
ગુજરાત રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી (Census) પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે

Ahmedabad News : ગુજરાત રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી (Census) પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.

વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસતી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરી (Census) ની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ 09 તાલુકાઓ અને 06 નગરપાલિકાઓ હેઠળ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ 2,518 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ 2,460 ગણતરીદારો અને 399 સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી (Census) ની પહેલ લાગુ કરવામાં આવી છે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપની લાગુ પડતી તમામ સાચી માહિતી વસ્તી ગણતરીદાર સમક્ષ રજૂ કરશો. જેથી સાચી માહિતી અને સાચા આંકડાઓ થકી આ વસ્તી ગણતરી પ્રક્રિયાને સફળ બનાવી શકાય અને આવનારા સમયમાં સરકારી યોજનાઓ અને સરકારી જનઅભિયાનોને વધુ અસરકારક બનાવી શકાય.

સ્વ-ગણતરી કરનારા નાગરિકોને વિનંતી કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે જે નાગરિકોએ સ્વ-ગણતરી કરી છે તેમણે વસ્તી ગણતરીદારને પોતાનો સેલ્ફ એન્યુમેરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.


આ પણ વાંચો : ગુજરાતમાં 1.10 લાખ ગણતરીકારોએ આજથી શરૂ કરી વસ્તી ગણતરી

આ પણ વાંચો : ગુજરાતમાં આવતીકાલથી ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ, પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના

આ પણ વાંચો : વસ્તી ગણતરી પહેલા શિક્ષકોની મોટી માંગ