@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને સાંકળતી 7 ફ્લાઇટ કેન્સલ થઇ હતી. જેને પગલે .મુસાફરોને ભારે અગવડતા પડી હતી. ઘણા યાત્રીઓ અટવાયા પણ હતા.
આજે જે ફ્લાઇટ કેન્સલ રહી હતી તેમાં એર અરેબિયાની શારજાહ-અમદાવાદ,અમદાવાદ-શારજાહ, સ્પાઇસ જેટની અમદાવાદ-કોલકાતા, અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ, અમદાવાદ-કોચી, યેન્ગોન-અમદાવાદનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ સિવાય ઇન્ડિગોની અમદાવાદ-શ્રીનગર 1.30 કલાક, ગો-એરની લખનઉ-અમદાવાદ 1.06 કલાક, મુંબઇ-અમદાવાદ 1.40 કલાક માટે મોડી પડી હતી. ત્યારે હજુ પણ ઉત્તર તરફ હિમવર્ષા ચાલુ જ છે, જેથી હજુ પણ કેટલીક ફ્લાઇટો ખોરવાય તેવી સંભાવનાઓ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
