રાજકોટ ભાજપના નેતાઓને ગાંધીનગરમાં યોજાનારી પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેવા પ્રદેશ ભાજપની સૂચના આપવામાં આવી છે.ફેબ્રુઆરી માસમાં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને 72 બેઠકો માટે 750થી વધુ દાવેદારી નોંધાવ્યા બાદ હવે તેમાંથી મુરતિયાઓ નક્કી કરવા માટે આગામી તારીખ 1 થી પ્રદેશ ભાજપ પાલર્મિેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થવાની છે અને તેમાં રાજકોટ નો વારો તારીખ 2 ફેબ્રુઆરીના રોજ મંગળવારે સવારે 9:30 વાગ્યે રાખવામાં આવી છે. અત્યારે રાજકોટ ભાજપમાં આ નામોને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
Delhi violence case / રાજદીપ સરદેસાઈ અને શશી થરૂર સહિત આઠ સામે FIR, રાજદ્રોહ સહિત અન્ય આરોપો
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના ટોચના નેતાઓની હાજરીમાં મળશે અને તેમાં રાજકોટના મામલે નિર્ણય લેવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહા મંત્રીઓ દેવાંગ માકડ, જીતુભાઈ કોઠારી ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદ ભાઈ રૈયાણી લાખાભાઈ સાગઠીયા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા પ્રદેશ ભાજપના રાજકોટ ખાતે રહેતા આગેવાન બીનાબેન આચાર્ય સહિતનાઓને તારીખ 2 ફેબ્રુઆરી એ મંગળવારે સવારે 9:30 વાગ્યે ગાંધીનગર પહોંચી જવા માટે જણાવાયુ છે.

MP / હજારો પોલીસ કર્મચારીઓના હોદ્દાનું નામ બદલાશે, મળશે પ્રભારીનું પદ
રાજકોટના ઉમેદવારો માટેના સંભવિત દાવેદારો અને તેના સમર્થકોને સાંભળ્યા બાદ નિરીક્ષકોએ પોતાનો અહેવાલ પ્રદેશ ભાજપને આપી દીધો છે અને વોર્ડ દીઠ 4 કોર્પોરેટર મુજબ 12 નામની પેનલ આપવામાં આવી છે તેમાંથી શોર્ટ લિસ્ટ કરીને એક વોર્ડ દીઠ 4 ઉમેદવારો નક્કી કરવામાં આવશે. રામ જન્મભૂમિ માં ફાળો આપ્યો હોય, ટ્વિટર એકાઉન્ટ હોય અને તેના ફોલોઅરની સંખ્યા વધુ હોય, 55 વર્ષ કે તેથી ઓછી ઉમર હોય, ભાજપ માટે શું કામગીરી કરેલ છે તે સહિતના અનેક નવા માપદંડ આ વખતે ટિકિટમાં જોવામાં આવશે અને તે બાબતને ધ્યાનમાં રાખી આ વખતે અનેક નવા ચહેરાઓને ટિકિટ મળે તેવી શક્યતા છે.
Delhi violence case / રાજદીપ સરદેસાઈ અને શશી થરૂર સહિત આઠ સામે FIR, રાજદ્રોહ સહિત અન્ય આરોપો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
