કૃષિ આંદોલન/ ચૌધરી અજિતસિંહને ચૂંટણીમાં હરાવી મોટી ભૂલ કરી, પણ હવે ખેડૂત ભાજપને સમર્થન નહીં આપે – ખેડૂત નેતા નરેશ ટિકૈત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય ખેડૂત સંઘની મહાપંચાયત યોજાઇ હતી. તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમા ભાગ લેવા પહોંચ્યા હતા. મહાપંચાયતને સંબોધન કરતાં ખેડૂત નેતા નરેશ ટિકૈતે

Top Stories India

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય ખેડૂત સંઘની મહાપંચાયત યોજાઇ હતી. તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમા ભાગ લેવા પહોંચ્યા હતા. મહાપંચાયતને સંબોધન કરતાં ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું કે અમે ચૌધરી અજિતસિંહને હરાવીને મોટી ભૂલ કરી છે. હવે ખેડૂત ભાજપને સમર્થન નહીં આપે. મહાપંચાયતને રાષ્ટ્રીય લોક દળ દ્વારા ટેકો મળ્યો હતો. તેમાં ભાગ લેવા ચૌધરી અજિતસિંહના પુત્ર અને પાર્ટીના ઉપપ્રમુખ જયંત ચૌધરી પણ પહોંચ્યા હતા. નરેશ ટિકૈત અને જયંત ચૌધરીએ આલિંગન પણ લીધું હતું. જો કે ખેડૂત મહાપંચાયત કોઇ નિર્ણય લીધા વિના જ સમાપ્ત થઇ હતી. પરંતુ ખેડૂત મામલે ખેડૂત નેતા દ્વારા કહેવામાં આવેલ એક વાક્ય આવનાર ભવિષ્યમાં અનેક રાજકીય પરિવર્તનનાં એંધાણ આપતું ગયું છે. 

ભારતીય ખેડૂત સંઘના નેતા નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતોના ભારે ધસારો સાથે આંદોલન કૃષિ કાયદા પાછા ખેંચ્યા સુધી ચાલુ રહેશે. તેમના નિવેદનમાં સ્પષ્ટ થયું કે ખેડૂત સંગઠનો કૃષિ કાયદા સામે લડત ચાલુ રાખશે. આપને જણાવી દઇએ કે તેના ભાઇ અને બીકેયુના પ્રવક્તા રાકેશ ટિકૈત દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. નરેશ ટિકૈતે ખેડુતોને અપીલ કરી હતી કે, આજે ગાજીપુરની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઇચ્છો તો કાલે જઇ શકો છો.

કિસાન મહાપંચાયત દરમિયાન મુઝફ્ફરનગર રમખાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નેતાઓએ કહ્યું કે, જે થયું તે ભૂલી જાઓ. હવે સમય તૈયાર થયો છે. નરેશ ટિકૈતે કહ્યું કે અમરા ધરણા સમાપ્તી પર હતા, પરંતુ ભાજપના લોની ધારાસભ્યએ અમને સંજીવની આપી છે. હવે ખેડૂત આંદોલન માટેની લડત ચાલુ જ રાખશે. અમે અમારા અધિકાર પાછા લઈને જ ઝંપીશું.

મહાપંચાયતને સંબોધન કરતાં આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ ભાજપના પ્રતિનિધિઓનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. આ લોકો તમારા મત દ્વારા જીવે છે. તેમણે અપીલ કરી કે કૃષિ કાયદો પાછો ખેંચાય ત્યાં સુધી ભાજપના જનપ્રતિનિધિઓને પાણી બંધ કરવું જોઈએ.

મુઝફ્ફરનગરના સીસૌલી ગામે આયોજિત કિસાન મહાપંચાયતમાં 20 હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. તેમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ભાગ લીધો હતો. વક્તાઓએ એકરૂપ થઈને કહ્યું કે રાકેશ ટિકૈતનાં આંસુ બેકાર નહીં જાય. નેતાઓએ કહ્યું કે આપણે બધા ખેડૂત છીએ, હિન્દુ, મુસ્લિમ અને શીખ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…