Politics/ નગરપાલિકામાં બે કટ્ટર હરીફ પક્ષ ભાજપ-કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવમાં એકસાથે જોવા મળ્યા, લોકોમાં કુતુહલ

છોટાઉદેપુર નગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ચૂંટાતા પાલિકા સદસ્ય નરેન જયસવાલ સામે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ ભેગા મળી અવિશ્વાસ પ્રસ્તાવમાં સામુહિક સહી કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

Gujarat Others

છોટાઉદેપુર નગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ચૂંટાતા પાલિકા સદસ્ય નરેન જયસવાલ સામે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ ભેગા મળી અવિશ્વાસ પ્રસ્તાવમાં સામુહિક સહી કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

ભાજપ અને કોંગ્રેસપક્ષના સદસ્યો દ્વારા સામુહિક સહી કરવામાં આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મોવડીઓ સામુહિક સહીનું સાંભળીને આશ્ચર્યચકિત થયા હતા અને ક્યાંક ને ક્યાંક આની ઉચ્ચસ્તરીય નોંધ પણ બંને પક્ષે લેવામાં આવી છે. કારણકે દેશમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાના કટ્ટર શત્રુ છે, ત્યારે છોટાઉદેપુર પાલિકામાં કોના ઇશારે ભાજપના સદસ્યોએ કોંગ્રેસ સાથે સહી કરી ? એ બાબતે ભાજપ મોવડીઓમાં ચર્ચા ચાલી રહીછે અને આ સહી કરનાર સદસ્યોએ સહી કરીછે ત્યારે કોંગ્રેસપક્ષનાં પ્રમુખ બનાવવવા માટે સહી કરીછે તે પણ નક્કી છે.

અવિશ્વાસ પાસ થશે ત્યારે કોંગ્રેસનાં સંગ્રામ રાઠવા પ્રમુખ બનશે એ નક્કી છે ત્યારે ભાજપના એક સંગઠનના ઉચ્ચ નેતાએ જણાવ્યું હતું કે આ બાબતે અમારો પ્રબળ વિરોધ છે અને બીજી વાત કે કોંગ્રેસના સંગ્રામ રાઠવા આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ટીકીટ માંગનાર છે. અને ટીકીટ મળે તો ભાજપનાં હરીફ છે. એ પણ અનેક ભાજપનાં નેતાઓને ખબર છે, છતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં સહી કરી આપનાર ભાજપના સદસ્યો સામે સંગઠનમાં કેટલીક જગ્યાએ રોષ જોવા મળ્યો હતો.

કોંગ્રસમાં રહીને બરોડા ડેરીમાં ભાજપના ખેસ પહેરીને ઉભેલા દીનુંમામાં સાથે સંગ્રામ રાઠવાએ પોતાના ફોટા પડાવી ઉપરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દીનુંમામાં ચાનાક્યછે છે એવું કહેતા જીલ્લા અને રાજ્યમાં અનેક કોંગ્રેસીઓએ આની નોંધ લીધી હતી અને ખાસ લઘુમતી સમાજમાં પણ આની નોંધ લેવાય છે કે પદ માટે ભાજપ કોંગ્રેસ અને કોંગ્રેસ ભાજપ સાથે હાથ મેળવેછે અને લઘુમતી સમાજને મુર્ખ સમજી કટ્ટરતા પેદા કરેછે આવા ઉદાહરણોથી લોકોમાંથી નેતાઓ પ્રત્યે વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે અને ભાજપ પોતાને કોંગ્રેસના કટ્ટર હરીફ માનતી હોય શું કોંગ્રેસનાજ પ્રમુખ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ બનશે તેવું ભાજપ ઈચ્છે છે? અને જો અવિશ્વાસમાં ભાજપ કોંગ્રેસ સાથે રહેશે તો ચોક્કસ ભાજપના સંગઠનમાં મતભેદ અને મનભેદ સર્જાશે તે ચોક્કસ કહી શકાય જો ભાજપ અવિશ્વાસમાં કોંગ્રેસને સમર્થન આપશે તો ચોક્કસ કોંગ્રસ ને પાલિકા પ્રમુખ બનાવવામાં લાભદાયી નીવડશે અને આવનાર વિધાનસભામાં પણ ભાજપને નુકશાન થશે એ સનાતાનછે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…