@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
બ્રાન્ડેડ કંપની ની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારઓ પર સી આઇ ડી ક્રાઇમે તવાઈ બોલાવ્યા બાદ હવે વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વેપારીઓનો આરોપ છે કે, પોતાના કારનામાનો પર્દાફાશ ન થાય તે માટે પોલીસ રેડ કર્યા બાદ તુરંત જ સી સી ટી વી કેમેરા બંધ કરાવી છે અને રૂપિયા પડાવે છે.

સી આઈ ડી ક્રાઇમ ની કામગીરી સામે આક્ષેપ
વેપારી ઓએ લગાવ્યા આક્ષેપ
રેડ દરમિયાન રૂપિયા પડાવવા હોવાનો આરોપ
10 લાખની માંગણી અધિકારીઓ રેડ દરમિયાન કરે છે
2 લાખ માં વેપારી સાથે પતાવટ કરે છે
મુદ્દામાલ ની પણ કરે છે આઘાપાછી
છેલ્લા કેટલાક સમય થી અમદાવાદ સહિત અનેક શહેરો માં સી આઇ ડી ક્રાઇમ દ્વારા બ્રાન્ડેડ કંપની ની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારી ઓને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. જો કે રેડ દરમિયાન સી આઇ ડી ક્રાઇમ ના અધિકારી ઓ દ્વારા વેપારીઓને પરેશાન કરતા હોવાનો આરોપ લગાડવા માં આવ્યો છે. વેપારી ઓનો આક્ષેપ છે કે સૌપ્રથમ તો રેડ કરવામાં આવેલ અધિકારી પાસે આઇ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે. એટલું જ નહિ રેડ કરે કે તરત જ સી સી ટી વી કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે.
જુઓ આ વીડિયો ફૂટેજ પણ –
જો કે વેપારી ઓનો એવો પણ આરોપ છે કે રેડ માં આવતા અધિકારીઓ તેમની પાસે પૈસા ની માંગણી કરે છે. અને રૂપિયા પડાવે છે. તાજેતર માં જ સી આઇ ડી ક્રાઇમ દ્વારા કલોલ માં રેડ કરવામાં આવી હતી જેમાં તેમણે રૂપિયા દસ લાખ ની માંગણી કરી હતી અને બાદ માં બે લાખ રૂપિયા આપી ને મામલો પતાવ્યો હતો. જો કે આ પહેલા પણ તેઓએ અનેક જગ્યા એ થી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. વેપારીઓનું કહેવું છે કે રેડ કરે કે તરત જ સી સી ટી વી બંધ કરાવી દેવામાં આવે છે જેથી તેમની કરતૂતો કેમેરા કેદ થઈ શકતી નથી. એટલું જ નહિ દુકાન માં રહેલ માલ ડુપ્લીકેટ છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવતી નથી અને જે મુદ્દામાલ પંચનામુ કરીને જમાં કરવામાં આવે છે તે પણ બરોબરી પોતાના પર્સનલ ઉપયોગ માટે ગાયબ થઈ જતો હોવાનો આરોપ વેપારી ઓએ લગાવ્યો છે.

જ્યારે નવેમ્બર મહિના માં સી આઇ ડી ક્રાઇમ દ્વારા ગીતા મંદિર મોબાઈલ એસેસરિ ની દુકાનો માં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી ચાર થી પાંચ દુકાનો માં ડી વી આર લઈ જવામાં આવ્યા છે. જે ડી વી આર પરત મેળવવા માટે વેપારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી છે. પરંતુ હજી સુધી તેનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.
જો કે આ વેપારીઓ આજે તેઓ ની રજૂઆત લઈને એ સી બી ઓફિસ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને યોગ્ય કાર્યવાહી કરવા માટે નું પણ મૌખિક આશ્વાશન આપ્યું છે. વેપારી ઓની આ રજૂઆત ને ઉચ્ચ પોલીસ અધિકારી ઓ ક્યાં સ્વરૂપ માં લે છે તે જોવું રહ્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
