Award/ કોરોના કાળમાં સારી કામગીરી કરવા બદલ  ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા બેન અંકોલિયાને એનાયત થયો એવોર્ડ

કોરોના કાળમાં સારી કામગીરી કરવા બદલ  ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા બેન અંકોલિયાને એનાયત થયો એવોર્ડ

Gujarat Others

રાષ્ટ્રિય મહીલા આયોગ તરફથી ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા બેન અંકોલિયાને કોવિડ-19 માં સારી કામગીરી કરવા બદલ  એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.  ગત ૩૧ જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહિત અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા. તો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખાબેન શર્મા વિગેરે હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્ય મહીલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ કોરોના કાળમાં પણ વિવિધ નારીલક્ષી કાર્યક્રમો અને મહિલા ઉત્થાનની પ્રવૃતિને વિડીઓ કોન્ફેરેન્સ ના માધ્યમથી વેગવંતી રાખી હતી. અને લોકડાઉનના સમય ગાળામાં સમાજમાં વધેલા ડોમેસ્ટિક વાયોલેન્સ સામે મહિલાઓની વહારે આવ્યા હતા.

Political / ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

વલસાડ / ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…