National/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની યાત્રાએ, તેઓ આજે હલ્દિયામાં વિવિધ જનવિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે | શનિવારના ચક્કાજામને ખેડૂતોએ રાષ્ટ્રીય સ્તરે સફળ ગણાવીને દાવો કર્યો છે કે આનાથી સાબિત થાય છે કે દેશભરના ખેડૂતો નવા કૃષિ કાયદાની વિરુદ્ધ છે | રાહુલ ગાંધીને ફરી પાર્ટી અધ્યક્ષ બનાવવા કોંગ્રેસના કેટલાંક નેતાઓ ઉતાવળા થયા, દિલ્હી બાદ હવે છત્તીસગઢ કોંગ્રેસે પણ રાહુલ ગાંધીની તરફેણમાં પ્રસ્તાવ પસાર કર્યો | દેશમાં વેક્સિનેશન હવે અડધા કરોડને પાર થઈ ગયું, શનિવારે સાંજ સુધીમાં દેશમાં કુલ 54 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી | દેશમાં ફરી એકવાર કેરળમાં જ સર્વાધિક 5,900 નવા કેસ નોંધાયા, કેરળ જ એક એવું રાજ્ય છે કે જ્યાં હજુ સુધી રિકવરીના કોઈ સંકેત મળી રહ્યાં નથી | હિન્દુ દેવી-દેવતાઓ પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપી કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાં પછી પણ જેલમાંથી મુક્તિ મળી નથી, મધ્યપ્રદેશ પોલીસ હજુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે | સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ મજબૂત થતાં હવે કોંગ્રેસ પણ પોતાની સોશિયલ મીડિયા આર્મી ઉતારવાના પ્લાનમાં, કોંગ્રેસ સોમવારે આ અંગે લોન્ચિંગ કરી શકે | વિશાખાપટ્ટનમ સ્થિત રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડને ડિસઈન્વેસ્ટ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ આંધ્રના સીએમ જગન મોહને પ્રધાનમંત્રી મોદીને પુનઃવિચારણા કરવા પત્ર લખ્યો | સચીન તેંડુલકરે ખેડૂત આંદોલન મુદ્દે કરેલાં ટ્વીટ બાદ તે સોશિયલ મીડિયા પર લગાતાર ટ્રોલ થઇ રહ્યો, ત્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ તેમને ટકોર કરી. પવારે જણાવ્યું કે વિષય બહારની બાબતમાં સચીને ટિપ્પણી ન કરવી જોઈએ.

Breaking News