સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષના ઉમેદવારો સહિત કુલ 317 ફોર્મ ભરવામાં આવ્યા છે. તેની સાથે કુલ ફોર્મની સંખ્યા 635 થઈ છે. જેમાંથી 539 ઉમેદવારો ફાઇનલ હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. ટિકિટની જાહેરાત થતાની સાથે જ અનેક વોર્ડમાં જે ઉમેદવારોની ટિકિટ કપાઈ ગઈ છે તેઓ રોષે ભરાયા હતા તેમજ વિખવાદ તેમજ અસંતોષ સપાટી પર આવ્યા હતા.વોર્ડ નંબર 13 ના પ્રમુખ સંજય સિંહ વાઘેલા સહિત 246 ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.
Election / આખરી 15 મિનિટમાં 3 ઉમેદવારો બદલાતા રાજકોટ કોંગ્રેસમાં કકડાટ અને ભડકો
સૌથી વધુ ઉમેદવારોની સંખ્યા વોર્ડ નંબર 1 માં 39 નોંધવામાં આવી છે. તથા અહીં 43 ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌથી ઓછા દાવેદારો વોર્ડ નંબર 2 માં 24 નોંધવામાં આવ્યા છે.મહાપાલિકાના મુરતિયાઓ માટે ફોર્મ ભરી અને સ્વીકારવાની પ્રક્રિયા 1 તારીખથી શરૂ થઈ હતી અને બે દિવસ એક પણ ફોર્મ આવ્યા ન હતા.
Election / આખરી 15 મિનિટમાં 3 ઉમેદવારો બદલાતા રાજકોટ કોંગ્રેસમાં કકડાટ અને ભડકો
જ્યારે 3 અને 4 તારીખે મળી 24 ફોર્મ આવ્યા હતા. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતાં 5 તારીખે 294, અને 6 તારીખે 317 ફોર્મ આવ્યા હતા.આવતીકાલે સોમવારે તમામ ફોર્મ ની સૃષ્ટીની કરવામાં આવશે તેમાંથી નિયમ મુજબ ભરાયેલા ફોર્મ હશે તે ઉમેદવાર ચૂંટણી લડી શકશે. જ્યારે અમુક ફોર્મ રદ પણ થઈ શકે છે.ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 રાખવામાં આવી છે.
કૃષિ આંદોલન / અન્ય વિષય ઉપર બોલવામાં સાવધાની માટે સચિનતેંડુલકરને શરદ પવારની સલાહ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
