વડોદરાની સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. સાવલી મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓને 5,200ની જગ્યાએ 9000 રૂપિયા ચુકવવાના થાય છે. જે અંગે પરિપત્ર હોવા છતાં પણ ત્રણ મહિનાથી ન ચૂકવાતા વિવાદ વકર્યો છે. કોલેજની બહાર ધરણા પર બેસી થાળી વગાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જો માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આ મુદ્દે કોલેજની બહાર બેસી ધરણા પર બેસી શંખનાદ, ઘંટનાદ, થાળી વગાડી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે આવતીકાલે યજ્ઞ કરી સરકાર ને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે યજ્ઞ નું આયોજન કરવાની જાહેરાત કરી નારેબાજી કરી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
