Accident/ સુરત ફરીથી બેકાબૂ બસ લોકો માટે બની કાળ, બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળતા એકનું મોત

સુરતમાં બેફામ રીતે ફરતા વાહનોની ભરમાર છે અને આ કારણે એવા અનેક મોટા અકસ્માત સર્જાયા છે, જ્યાં કોઈ બેફામ સ્પીડે આવતી કાર કે બસ ડીવાઈડર પર સુતેલા લોકો પર ચડી વળતા તેમના માટે કાળ બનતી આવી છે.

Gujarat Surat

સુરતમાં બેફામ રીતે ફરતા વાહનોની ભરમાર છે અને આ કારણે એવા અનેક મોટા અકસ્માત સર્જાયા છે, જ્યાં કોઈ બેફામ સ્પીડે આવતી કાર કે બસ ડીવાઈડર પર સુતેલા લોકો પર ચડી વળતા તેમના માટે કાળ બનતી આવી છે.

surat accident , સુરત અકસ્માત

હવે આ જ પ્રકારની વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં સુરતના પુણા વિસ્તારમાં ગંગા હોટેલ નજીક એક બસે ફૂટપાથ પર સૂતેલાં લોકોને કચડી માર્યા હતા. ઘટના અંગે મળેલી માહિતી મુજબ, આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જ્યાં લોકો સૂઈ રહ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી બાજુ આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને તમામનાં હોંશ ઉડી ગયા હતા.

surat accident , સુરત અકસ્માત

બીજી તરફ આ ઘટના બાસ ચાલક બસ મુકીને ફરાર થઇ ગયો હતો, જયારે આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલાને બહાર કાઢવાની ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે .

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ