વન સાઈડ પ્રેમમાં પાગલ પ્રેમીના પાત્ર ઉપર ઘણી બધી ફિલ્મોબની ચુકી છે. ફિલ્મોમાં જેમ દેખાડવામાં આવે છે કે પોતાના પ્રેમને પામવા માટે પ્રેમી નીચલી હદ સુધી જતો રહે છે કે યુવતીને સમાજમાં બદનામ કરવા માટે ગેરકાનૂની માર્ગોને અપનાવી લેતો હોય છે.
આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં કુબેરનગરમાં રહેતા અને પ્રેમમાં અંધ બનેલા યુવકે સરદારનગરમાં રહેતી પ્રેમિકા સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી. જો કે પ્રેમિકાએ ધરાર ઇન્કાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રમિકાના ફોટા એડિટ કરીને નગ્ન ફોટા પ્રેમિકાની દીકરી સહિત પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલી દીધા હતા એટલું જ નહી તું પાછી નહી આવે તો સગા સબંધીને ફોટા મોકલવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે સરદાનગર વિસ્તારમાં રહેતી ૪૫ વષીય મહિલાનો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કુબેનગર નોબલનગર ખાતે રહેતા સંજય ઉર્ફે ભવાનસિંહ રાઠોડ સામે ફરિયાદ નોધાવી છે કે પતિ બિમાર હોવાથી મહિલા છૂટક મજૂરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, દોઢ વર્ષ પહેલા મહિલા કેટરીંગના કામે ગઇ હતી, જ્યાં સજંય નામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવકે પ્રેમ સબંધ રાખવા માટે ઓફર કરતાં મહિલાએ ના પાડી હતી બાદમાં ચિઠ્ઠી મોકલીને મોબાઇલ નંબર મોકલ્યો ત્યારબાદ બન્ને ફોન પર એકબીજાનો સપર્ક કરતા હતા અને પ્રેમમાં પડયા હતા.
યુવક સાથે ગાઢ સબંધ થતાં તેણે કહ્યુ કે મારે મારી પત્ની સાથે બનતું નથી છૂટાછેડા લેવાના છે તું પણ તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે તેમ કહીને યુવક મહિલાને તેની સાથે લઇ ગયો હતો, જો કે મહિલાને જાણ થઇ કે તેની પત્ની સાથે તેને સારુ બને છે,જેથી બન્નેના પરિવાર બગડે નહી માટે મહિલા ઘરે આવી ગઇ હતી ત્યારબાદ પ્રેમી મહીલાને ફોન કરીને પાછા ફરવાનું કહીને ધમકી આપતો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
