- રેલ્વે પોતાનો પહેલો ‘એસી 3-ટાયર ઇકોનોમી ક્લાસ કોચ લાવ્યો છે.
- આ કોચ હાલની થ્રી ટાયર એસી અને સ્લીપર ક્લાસ કેટેગરી વચ્ચેની કેટેગરીમાં હશે.
- રેલવેએ આ કોચને ‘વિશ્વની સૌથી સસ્તી એસી મુસાફરી‘ ગણાવ્યું છે.
ભારતીય રેલ્વેએ બુધવારે પહેલું ‘એસી 3-ટાયર ઇકોનોમી ક્લાસ કોચ’ બહાર પડ્યો છે. જેને રેલવે મંત્રાલયે ‘વિશ્વની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ એસી મુસાફરી’ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોચ ‘ઈકોનોમી’ હશે અને હાલના એસી થ્રી ટાયર અને નોન-એસી સ્લીપિંગ ક્લાસ કોચ વચ્ચેની કેટેગરીમાં મૂકવામાં આવશે. તેમની ડિઝાઇનમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઘણી નવી ચીજો ઉમેરવામાં આવી છે.

રેલ કોચ ફેક્ટરી (આરસીએફ) કપુરથલાએ વધુ પરીક્ષણ માટે લખનૌની રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશનમાં મોકલવામાં આવ્યા છે. આ કોચ ની પરિકલ્પના આરસીએફ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને તેની ડિઝાઇન પર ઓક્ટોબર 2020 થી સતત કામ કરવામાં આવી રહ્યું છે. આ નવા કોચમાં વધુ મુસાફરો મુસાફરી કરી શકશે કારણ કે બર્થની સંખ્યા 72 થી વધારીને 83 કરવામાં આવી છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ડિઝાઇનમાં ઘણા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. દરેક કોચમાં અપંગ લોકોની સુવિધા અનુસાર, શૌચાલયનો દરવાજો તૈયાર કરવામાં આવ્યો છે. ડિઝાઇનમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા સુધારા કરવામાં આવ્યા છે, અગાઉની તુલનામાં હવે ઠંડી હવા આવે ત્યાંથી દરેક બર્થ પર એક એસી નળી હશે.

તે જ સમયે, આ કોચમાં દરેક બર્થ પર ‘પ્રાઈવેટ’ લાઇટ લગાવવામાં આવી છે, જેથી મુસાફરો હવે નિરાંતે વાંચી શકે અને દરેક બર્થ પર મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ પણ આપવામાં આવ્યા છે.
લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર
Political / ચીન સાથે સરહદ પરના ગતિરોધ અંગે રક્ષામંત્રી દેશને ગેરમાર્ગે દોરે છે : રણજીત સુરજેવાલા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
