Crime/ “વેલેન્ટાઈન ડે ચલ રહા હે…” યુવકને માથામાં પથ્થર મારી બે ઈસમો ફરાર

પશ્ચિમ દેશોમાં વેલેન્ટાઈન ડે ને ખુબજ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમી પંખીડા એકબીજાને પોતાના પ્રેમનો પસ્તાવ મુકતા હોય છે. અને વેલેન્ટાઈન દિવસની તેઓ ખુશીથી ઉજવણી કરતા દેખાય છે. વેલેંટાઈન ડે નો ક્રેઝ પશ્ચિમ દેશો બાદ હવે ભારતમાં પણ એટલો જ વધતો જઈ રહ્યો છે. દરેક વર્ષે વેલેન્ટાઈન દિવસની પ્રેમી પંખીડાઓ ખુબજ યાદગાર […]

Ahmedabad Gujarat

પશ્ચિમ દેશોમાં વેલેન્ટાઈન ડે ને ખુબજ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમી પંખીડા એકબીજાને પોતાના પ્રેમનો પસ્તાવ મુકતા હોય છે. અને વેલેન્ટાઈન દિવસની તેઓ ખુશીથી ઉજવણી કરતા દેખાય છે. વેલેંટાઈન ડે નો ક્રેઝ પશ્ચિમ દેશો બાદ હવે ભારતમાં પણ એટલો જ વધતો જઈ રહ્યો છે. દરેક વર્ષે વેલેન્ટાઈન દિવસની પ્રેમી પંખીડાઓ ખુબજ યાદગાર રીતે તેની ઉજવણી કરતા હોય છે. પરંતુ, કેટલાક અસામાજિક તત્વો વેલેન્ટાઈન દિવસની ઉજવણી વખતે પ્રેમી પંખીડાનું મૂડ ખરાબ કરીને તેમની સાથે ઝઘડો કરતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રાયપુર વિસ્તારમાં ગઈ કાલે બન્યો હતો.

બાપુનગરમાં રહેતો સચિન પરિહાર રાયપુર દરવાજા ખાતે આવેલી વિવેકાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે. ગુરુવારે તે કૉલેજ ગયો હતો અને બાદમાં બપોરે લેક્ચર પૂરા થતા તે અને તેનો મિત્ર સંદીપ કૉલેજ નીચે બહાર આવ્યા હતા. આ સમયે કૉલેજમાં જ ભણતા બે યુવકોએ સચિન અને સંદીપ કે જેઓ યુવતીઓ સાથે સીડીમાંથી નીચે ઉતરતા હતા તેમને વેલેન્ટાઈન ડે ચલ રહા હૈ તેવું કહ્યું હતું. આ સમયે સચિને અમે ભણવા આવીએ છીએ, ખોટી વાતો કરશો નહીં તેમ જણાવ્યું હતું.

જે બાદમાં કૉલેજના જ આ બે શખ્સોએ જોતજોતામાં સચિનને માર માર્યો હતો. આટલું જ નહીં, સચિનને માથામાં પથ્થર મારી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. સચિનને તાત્કાલિક એલ.જી. હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તેની સારવાર કરવામાં આવી હતી. બીજી બાજુ કાગડાપીઠ પોલીસે બે અજાણ્યા લોકો સામે આ અંગે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…