અમદાવાદમાં નકલી નોટો વટાવવા જતાં બે શખ્સની સરખેજ પોલીસે ઉજાલા સર્કલ નજીકથી ધરપકડ કરી. બંને આરોપીઓ પાસેથી રૂ. 2 હજારની કુલ 367 નકલી નોટો મળી આવી. નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેહવાડીમાં રહેતા બે શખ્સ નકલી નોટો લઈ ઉજાલા સર્કલ તરફ આવવાના છે. જેથી પોલીસે સર્કલ પાસે વોચ ગોઠવી. શંકાસ્પદ શખ્સ આવતાં જ બંનેને પોલીસે ઝડપી લીધાં. બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા એકનું નામ લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કર હોવાનું સામે આવ્યું. તેઓ પાસે રહેલા થેલામાંથી કુલ 367 જેટલી રૂ. 2000ના દરની નોટો મળી આવી. પોલીસે નકલી નોટો અંગે ખાતરી કરવા FSL ના અધિકારીને જાણ કરી.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે વડોદરા ના બાપૂ ઉર્ફે ભુવાજી એ આ બને શખશોને આ નોટો આપી હતી. અને નકલી નોટોને તાંત્રિક વિધિથી અસલી બનાવવાનું કહીને રવાના કર્યા હતા. પરંતુ બે દિવસ પછી ભુવા ઉર્ફે બાપુ એ નકલી નોટો અસલી નહિ થાય તેવું જણાવ્યું. આખા નકલી નોટોના શડયંત્રમાં એક શિક્ષક મનુસિંગ અને મહેબૂબ ખાન ના નામ પણ સામે આવ્યા છે. બીજીતરફ FSLના અધિકારીએ નોટો તપાસ કરતા સાચી નોટ કરતા આ નોટોનો કલર અને ક્વોલિટી નબળી હતી. નોટોની વચ્ચે સિક્યુરિટી થ્રેડ અને વોટર માર્ક પણ નહોતા. જુદા જુદા સીરિયલ નંબરની અનેક નોટો છે.
પકડાયેલા બને આરોપીઓ નોટો વટાવી 50-50 ટકા કમાણી કરવાના હોવાનું સામે આવ્યું હતું. પણ નકલી નોટો ક્યાં બનાવડાવી તે તો વડોદરા નો આરોપી વિશાલ ઉર્ફે બાપુ પકડાયા બાદમાં આ ખુલાસો થશે. ત્યારે આ કેસમાં પકડાયેલા બને શખ્સોએ અગાઉ આવી કોઈ ડિલ કરી છે કે કેમ અને આ નોટો ક્યાં બનાવવામાં આવી જેવી અનેક માહિતીઓ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
Crime: બનાસકાંઠા માં CA ની પત્ની હત્યા કેશમાં આરોપીને સબજેલ ધકેલાયો
Crime: પતિ પત્નીને બેહોશ કરીને કરતો હતો એવું કામ કે તમને સાંભળીને આવશે પતિ ઉપર ગુસ્સો
આંદોલનજીવી: PM દ્વારા ઉચ્ચારાયેલા ‘આંદોલનજીવી’ શબ્દને હાર્દિક પટેલે ટ્વીટર પર આ રીતે ચગાવ્યો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
