Crime/ પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ

બાપુનગરમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં 35 વર્ષનો યુવક તેની પાડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકી જ્યારે તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને ચોકલેટની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. તેણે પોતાના ઘરમાં આ નાની માસુમ બાળકીને શારિરીક અડપલાં કર્યાં હતાં બાદમાં તેણે બાળકીને તેના ઘરે મોકલી દીધી હતી. આ બાળકી યુવકને પાડોશમાં રહેવાના કારણે ઓળખતી હતી. […]

Ahmedabad Gujarat

બાપુનગરમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં 35 વર્ષનો યુવક તેની પાડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકી જ્યારે તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને ચોકલેટની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. તેણે પોતાના ઘરમાં આ નાની માસુમ બાળકીને શારિરીક અડપલાં કર્યાં હતાં બાદમાં તેણે બાળકીને તેના ઘરે મોકલી દીધી હતી. આ બાળકી યુવકને પાડોશમાં રહેવાના કારણે ઓળખતી હતી. ઘરે આવ્યા બાદ બાળકી ગુમસુમ રહેતા તેની માતાએ તેને સવાલ કર્યો હતો કે શું થયું છે કેમ આમ બોલ્યા વિના બેસી રહી છે? ત્યારે બાળકીએ સમગ્ર હકિકત કહેતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેણે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બાપુનગર પોલીસે યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં બાળકીઓને લલચાવીને તેની સાથે શારિરીક અડપલાં અને દુષ્કર્મના કિસ્સા અવાર નવાર સામે આવી રહ્યાં છે. શહેરમાં બાપુનગર વિસ્તારમાં સ્થિત શાસ્ત્રીનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારા 35 વર્ષના યુવાનની બાપુનગર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ