Political/ TMC માંથી છેડો ફાડયા બાદ દિનેશ ત્રિવેદી ભાજપ સાથે મિલાવશે હાથ, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી લડે તેવા સંકેત

આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે.TMCના રાજ્ય સભાના સાંસદ અને મમતા બેનરજીના અંગત ગણાતા દિનેશ ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન રાજીનામું ધરી દીધું છે.તેઓએ મમતા બેનર્જી

Top Stories Gujarat

આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે.TMCના રાજ્ય સભાના સાંસદ અને મમતા બેનરજીના અંગત ગણાતા દિનેશ ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન રાજીનામું ધરી દીધું છે.તેઓએ મમતા બેનર્જી પર મોટો આક્ષેપ લગાવ્યો છે, તેમણે જણાવ્યું હતું કે મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે અને હું કંઈ કરી શકતો નથી. આપણે આ અંગે કોઇ પગલાં ભરી શકવા માટે સક્ષમ નથી. દિનેશ ત્રિવેદીનો ભારે દબદબો હોય તેઓ ગુજરાતી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે. તેમજ ગુજરાતમાં તેમને મહત્વનો હોદ્દો ચોપાઈ શકે છે, તેમજ સાંસદ બાદ તેઓના મંત્રી બનવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.તેઓ TMC માંથી રાજીનામું આપી ચૂક્યા છે પરંતુ હાલ તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Image result for image of dinesh trivedi tmc sansad resigned today

Election / રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

પરંતુ સૂત્રો દ્વારા થઇ રહેલી અટકળો પ્રમાણે આગામી 14મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ત્રિવેદી ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એક માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પૈકી ભાજપને મત પટેલના નિધન પછી ખાલી પડેલી છે.રાજ્યસભા સાંસદ પછી દિનેશ ત્રિવેદી આવવાની શક્યતાઓ છે તેમણે રેલવે કે નાણા મંત્રાલય સોંપાયા શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Image result for image of dinesh trivedi tmc sansad resigned today

Gandhi Bapu / આજના દિવસે વિસર્જિત કરવામાં આવી હતી બાપુની અસ્થિઓ, આ માટે ખાસ છે 12 ફેબ્રુઆરી

દિનેશ ત્રિવેદીએ તેમના વક્તવ્યમાં પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે દરેક મનુષ્યના જીવનમાં એક સમય એવો આવે છે કે તેનું અંતરાત્માનો અવાજ તેને સંભળાતો હોય છે.તેમણે જણાવ્યું હતું કે મારા જીવનમાં પણ આવો સમય આવ્યો છે અહીં બેસી ને વિચારી રહ્યો હતો કે તે રાજકારણમાં શા માટે આવ્યા છીએ. દેશ માટે આવ્યા છીએ તો સૌથી સર્વોપરી દેશ હોવો જોઈએ. તાજેતરમાં જ વડાપ્રધાન અને ગુલામ નબી આઝાદ પણ દેશ માટે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા. એક સત્તાપક્ષ અને વિપક્ષ હતા જ્યારે એક રેલવે મંત્રી હતા.એ દિવસે પણ મારા જીવનમાં એવો સમય આવ્યો ત્યારે નિર્ણય કરવો પડ્યો હતો કે દેશ મોટો છે, પક્ષ મોટો છે કે તમે પોતે મોટા છો.

FIR / આ કારણથી વારાણસીમાં Googleના CEO સુંદર પિચાઇ વિરુદ્ધ FIR દાખલ

જેઓના ભાજપ પ્રવેશ અંગેની જોરશોરથી અટકળો થઈ રહી છે તે દિનેશ ત્રિવેદી છે કોણ ?

દિનેશ ત્રિવેદીનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમણે હિમાચલ પ્રદેશની એક બોર્ડીંગ સ્કુલમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું ત્યાર પછી કોલેજના અભ્યાસ માટે કોલકતા ગયા હતા, જ્યાં તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજ થી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ અભ્યાસ કર્યો હતો.તેમણે ટેક્સાસ વિશ્વવિદ્યાલયમાંથી એમબીએ પાસ કર્યું છે તેમની પાસે કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ પણ છે.2009ની લોકસભા ચૂંટણીમાં દિનેશ ત્રિવેદી બેરકપુર બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા. 2009માં તેમને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવાયા હતા. મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા. જોકે એક વર્ષ પછી મમતા બેનર્જીએ રેલવે બજેટમાં યાત્રી ભાડું વધારવાના દિનેશ ત્રિવેદીના નિર્ણયના વિરોધમાં તેમને રેલવેમંત્રીપદ પરથી હટાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદી 2011થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી રહ્યા. વર્ષ 2009માં પહેલી વખત બૈરકપુરથી TMCના લોકસભા સાંસદ બન્યા. વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.

CHIN / ચીને મુક્યો BBC પર પ્રતિબંધ, કોરોનાવાયરસ અને મહિલાઓ સાથે ગેંગરેપની ખબરો કરેલી ઉજાગર

11 TMC ધારાસભ્યએ પકડ્યો ભાજપનો હાથ

બંગાળમાં છેલ્લાં બે મહિનાની અંદર 11 ટીએમસી નેતાઓએ ભાજપનો હાથ ઝાલ્યો છે. ટીએમસીને છોડીને ભાજપનો ભગવો ધારણ કરવાનો સિલસિલો 19 ડિસેમ્બરથી શરૂ થયો છે જ્યારે શુભેન્દુની સાથે સાંસદ સુનિલ મંડલ અને પૂર્વ સાંસદ દશરથ ટીર્કી અને દસ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…