Gir Somnath News/ વેરાવળના આદરી બીચ પર મોટી દુર્ઘટના:પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત 7 લોકો દરિયામાં તણાયા, 1 યુવતી લાપતા

વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી

Top Stories Gujarat Others

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા વર-વધૂ સહિત 7 લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે 6 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ 4 યુવતીઓ અને 2 યુવક તથા એક ફોટોગ્રાફર યુવક એમ કુલ 7 લોકો ફોટોશૂટ માટે બીચ પર આવ્યાં હતાં. આમાં વર-વધૂ સાથે 3 યુવતી, એક ફોટોગ્રાફર અને ફોટોગ્રાફરનો હેલ્પર યુવક આ લોકો હતા.

ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને તમામ 7 લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ફોટોશૂટ માટે આવેલા લોકોમાં કેવલ લખમણ મકવાણા – વરરાજો, રહે. માળીયા હાટીના, નિશા હરસુખભાઈ રાઠોડ – વધૂ, રહે. છાત્રોડા ગામ., ખુશી અનિલ પરમાર સેજલ કાનજી ચાંડપા, જ્યોતિ હરેશ પરમાર (લાપતા યુવતી)જાવીદ ઇબ્રાહિમ ભટ્ટી – ફોટોગ્રાફર, ફોટોગ્રાફરનો હેલ્પર યુવકનો સમાવેશ થાય છે.
આ કરૂણ ઘટનામાં બચી ગયેલા એવા પ્રત્યક્ષદર્શી માળીયા હાટીનાના ફોટોગ્રાફર જાવીદ ભટ્ટીએ કહ્યું, – “દરીયા કાંઠે અગીયારેક વાગ્યા આસપાસ ફોટોશુટ ચાલી રહેલ તે સમયે અચાનક મોટું મોજું આવતા મારા સહિત અમે સાતેય લોકો તણાવા લાગ્યા હતા.

આ સમયે ચીસ્સા ચીસ કરેલ પરંતુ આસપાસ કોઈ હાજર ન હોવાથી મહામહેનતે હું બહાર નિકળી ગયો હતો. હું એક પછી એક બધાને બહાર કાઢવા લાગ્યો હતો. મોજાના પ્રવાહ વચ્ચે એકબીજાના હાથ પકડીને ઉભેલા અમે બહાર નિકળી રહ્યા હતા. ત્યારે અમારી સાથે દરિયામાં હાથ પકડીને ઉભેલી જ્યોતિ નામની યુવતીનો હાથ છુટી જતા તે દરીયામાં લાપતા બની હતી. અમે બધા કાંઠે હેમખેમ નીકળી ગયા બાદ પોલીસને જાણ કરી હતી.”ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે. દરિયામાં લાપતા બનેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરી નિશા હરસુખભાઈ રાઠોડના લગ્ન હતા અને વરપક્ષ અને વધૂપક્ષના લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. પોલીસ સ્ટાફે તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમને બોલાવી લાપતા યુવતીની શોધખોળ હાથ ધરી છે, પરંતુ મોડીસાંજ સુધી પતો ન લાગતા બંન્ને પરીવારોમાં ચિંતા વ્યાપી છે.

આ કરૂણ ઘટનાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા આદ્રી બીચ ખાતે આગેવાનો દોડી ગયેલ તક લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.આ ઘટના અંગે લાપતા બનેલ યુવતીના મામા દિપકભાઈ ગોહેલના જણાવ્યા મુજબ વર- કન્યા અને પરીવારની ત્રણ દિકરીઓ તથા બે ફોટોગ્રાફર સહિત સાત લોકો ફોટોશુટ માટે આદ્રી બીચ આવ્યા હતા. ફોટોશૂટ પુરું થઇ ગયું હતું, છેલ્લો સીન લેવા માટે આ લોકો પાણીમાં બેઠા હતા અને ઓચિંતાનું એક મોજું આવ્યું અને બધા તણાઈ ગયા. મારી ભાણેજ જ્યોતિએ મારી બીજી ભાણેજનો હાથ પકડી રાખ્યો હતો અને બધા તણાઈ ન જાય એટલા માટે જ્યોતિએ હાથ છોડી દીધો હતો.

વર-કન્યાના લગ્ન આગામી તા.16 ના રોજ નિર્ધારીત હતા. લાપતા યુવતી જ્યોતિ કન્યાની માસીની દિકરી છે. હાલ આ ઘટનાના પગલે બંન્ને પરીવારોમાં ચાલી રહેલ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.આદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયાકિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવાં અને ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત