Ahmedabad News : આ કેસની વિગત મુજબ ખેડા એ.સી.બી. પો.સ્ટે.માં 2023માં નિષ્ફળ છટકામાં ફરીયાદી વિરૂધ્ધ કપડવંજ ટાઉન પો.સ્ટે. ખાતે અગાઉ ગેરકાયદેસર નાણા ધીરવા અંગેના બે ગુનાઓ દાખલ થયા હતા. ત્યારબાદ ફરીયાદી તથા તેમના પતિ અને પુત્ર વિરૂધ્ધ આ પ્રકારના આક્ષેપોવાળી બીજી ચાર અરજીઓ કપડવંજ ટાઉન પો.સ્ટે. ખાતે દાખલ થઈ હતી. આ અરજીઓ ઉપરથી બીજા ગુનાઓ દાખલ નહી કરવા સારૂ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભારતસિંહ સોલંકી ફરીયાદી પાસે પ્રથમ રૂ. ૧૦ લાખની લાંચની માંગણી કરી હતી.
જેથી ફરીયાદીએ કઇક ઓછુ કરવા જણાવતાં આરોપી પ્રવિણસિંહ સોલંકએ રૂ. ૪ લાખ લાંચ પેટે લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં ફરીયાદીને તેમના પતિ સહ આરોપી અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના નિવૃત એએસઆઈના ઘરે તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ મળવા માટે બોલાવ્યા હતા. બન્ને આરોપીઓએ ગુના દાખલ નહી કરવા બાબતે વાત કરી રૂ. ૪ લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રૂ. ૨૫,૦૦૦/- ઓછા કરવા જણાવતા રકઝકના અંતે રૂ. ૩,૭૫,૦૦૦/- લાંચ પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે તે વખતે એસીબી દ્ધારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ પરંતુ આરોપીઓ હાજર ન મળી આવતાં લાંચનું છટકું નિષ્ફળ રહ્યું હતું.
જે અંગે એ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે લાંચની લેતી-દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનીક તથા સાંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થયું હતું.. જેથી આરોપી પ્રવિણસિંહ સોલંકીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી આરોપી ધીરાભાઈ પગીએ મદદગારીમાં રહી બન્ને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી ગુનાહીત ગેરવર્તણુક કરી હતી.
આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટતા લોકોને હેરાનગતિ
આ પણ વાંચો:નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ, ભ્રષ્ટાચાર દૂર કરવા કરાઈ અપીલ
આ પણ વાંચો:ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારી આલોક રંજને કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ
