પુલવામા હુમલાની આજે બીજી વર્ષગાંઠ છે. આ હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા. પુલવામા હુમલાની વર્ષગાંઠ પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારોને સલામ, દેશ તમારો ઋણી છે.”
બે વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરીએ આ દિવસે જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીએ પુલવામા જિલ્લામાં વિસ્ફોટક ભરેલા વાહનમાં સીઆરપીએફનાં જવાનોની બસને ટક્કર મારી હતી. આ પછી એક મોટો વિસ્ફોટ થયો હતો અને બસમાં જતાં સીઆરપીએફ જવાનોની લાશ જમીન પર પથરાયેલી જોવા મળી હતી.
पुलवामा हमले में शहीद हुए वीर सैनिकों को श्रद्धांजलि और उनके परिवारों को नमन।
देश आपका ऋणी है।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2021
હુમલો કરનાર આદિલ, કારી યાસીર, સજ્જાદ ભટ્ટ, ઉમર ફારૂક, મુદસિર અહેમદ ખાન, બધા માર્યા ગયા છે. એનઆઇએ એ ઓગસ્ટ 2020 માં પુલવામા હુમલા અંગે તેર હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી. તેમાં 19 આરોપીઓનાં નામ શામેલ છે. આમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. બાકીનાં 6 આતંકીઓ અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયા હતા.
Accident / આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોનો થયા મોત
Election / પશ્ચિમ બંગાળમાં BJP નેતાની કાર પર બોમ્બ અને ગોળીઓથી કરાયો હુમલો
Tribute / પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 40 જવાનો થયા હતા શહીદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
