મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં, ચોર હોવાની શંકાનાં આધારે ગામનાં લોકોનાં ટોળાએ ત્રણ લોકોને કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. ત્રણેય કોઈની અંતિમયાત્રામાં ભાગ લેવા માટે મુંબઇથી ગુજરાત જઈ રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતા વહેલા પહોંચેલા પોલીસકર્મીઓ પીડિતોને બચાવી શક્યા નહીં કારણ કે હુમલાખોરોની સંખ્યા ઘણી વધારે હતી અને ટોળાએ પોલીસ વાહનમાં પણ પીડિતોને માર માર્યો હતો. કાસા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર આનંદરાવ કાલેએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે 9.30 થી 10 દરમિયાન આ ભયાનક ઘટના બની હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે કોરોના વાયરસનાં ચેપનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય મૃતકોની ઓળખ… ઉત્તર મુંબઇનાં કાંધિવલીનાં રહેવાસી ચિકને મહારાજ કલ્પવૃક્ષાગિરિ, સુશીલગીરી મહારાજ અને તેના કાર ડ્રાઈવર નિલેશ તેલગાડેનાં રૂપમાં થઇ છે. તેમણે કહ્યું કે, પોલીસે 100 થી વધુ લોકોને અટકાયતમાં લીધા છે. કાલેએ જણાવ્યું હતું કે, ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલઘરની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ત્રણેય કારથી મુંબઇથી આવ્યા હતા અને તેમના વાહનને સ્થાનિક લોકોએ ગઢચિંચાલે નજીક ઢાબાડી-ખાનવેલ રોડ પર રોક્યું હતું. કાલેએ જણાવ્યું હતું કે, તેમને કારમાંથી ખેંચી લેવામાં આવ્યા હતા અને તે ચોર હોવાની આશંકાએ ગામ લોકોએ પથ્થરો અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો હતો. અતિરિક્ત પોલીસ અધિક્ષક વિજય સાગરે જણાવ્યું હતું કે, પોલીસ રેપિડ એક્શન ટીમ (સામાન્ય રીતે ત્રણ કે ચાર પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે) ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ વાહનમાં બેસીને પીડિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલો કરનારાઓ પોલીસ વાહનમાં પણ તેમને માર મારી રહ્યા હતા અને પોલીસ સંખ્યા ઓછી હોવાના કારણે કંઇ કરી શક્યા ન હોતા.
સાગરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ડાકુઓની ફરવાની અફવા છે. કાલેએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને સશસ્ત્ર દંગા જેવી અન્ય કલમો, કલમ-188 (જાહેર સેવકનાં હુકમની માંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય દંડ સહિતાની કલમ 188 લાગુ કરવામાં આવી છે કારણ કે કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં લોકોની હિલચાલ અને ભેગા થવા પર પ્રતિબંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
