જાણીતા એક્ટર અને સાંસદ વિનોદ ખન્નાનું કેન્સરના કારણે થયેલા અવસાન બાદ ખાલી પડેલી ગુરદાસપુર લોકસભા સીટની પેટાચૂંટણી યોજાઈ રહી છે. દેશમાં પ્રથમ વખત અહીંયા VVPAT મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે.જો કે ચૂંટણીનું પરિણામ 15 ઓક્ટોબરે જાહેર થશે.
મહત્વનું છે કે 5.22 લાખ વોટર્સ ધરાવતી આ લોકસભાની પેટાચૂંટણીમાં 11 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વોટિંગ શરૂ છે.જો કે અહીંયા મુખ્ય હરિફાઇ ભાજપના ઉમેદવાર સ્વર્ણ સલરિયા, કોંગ્રેસના સુનિલ કુમાર જાખર અને આમ આદમી પાર્ટીના રિટાયર્ડ મેજર જનરલ સુરેશ કુમાર ખજુરીયા વચ્ચે છે.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા બાદ તે ભાજપને આ સીટ પર ટક્કર આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.
