judgement/ 150 વર્ષથી ખંડેર પડેલ ફાંસી ઘરમાં અપાશે મહિલાને ફાંસી

ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અમરોહામાં રહેનારી શબનમને મોતની સજા આપવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનું નિરિક્ષણ પણ કરી ચુક્યા છે. વર્ષ 2008માં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રીલ મહિનામાં […]

India

ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અમરોહામાં રહેનારી શબનમને મોતની સજા આપવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનું નિરિક્ષણ પણ કરી ચુક્યા છે.

વર્ષ 2008માં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રીલ મહિનામાં પ્રેમી સાથએ મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ મામલે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત્ રહી.એ બાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી પરંતુ રાષ્ટ્રપતિ ભવને પણ તેની દયા અરજી ફગાવી દીધી છે અને આ કારણે આઝાદ ભારતના ઈતિહાસમાં શબનમ પહેલી એવી મહિલા હશે જેને ફાંસીની સજા સંભળાવવામાં આવશે. ફાંસી આપવા માટે બિહારના બક્સરથી દોરડું મંગાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે મથુરામાં મહિલાઓ માટે ફાંસીઘર આઝાદી પહેલા લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અત્યાર સુધી કોઈને ફાંસી દેવામાં નથી આવી. શબનમને ફાંસી દેવાને લઈને મથુરા જેલના અધિક્ષકે જણાવ્યું કે, હજુ ફાંસીની તારીખ નક્કી નથી કરવામાં આવી અને ના કોઈ આદેશ આવ્યો છે પરંતુ જેલ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ જાહેર થતા જ શબનમને ફાંસી આપી દેવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…