Indian Student/ અમેરિકાની દાદાગીરી, કારણ આપ્યા વિના 48 ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા

અમેરિકા જવા માંગતા યુવાનો સાવધાન રહો. અમેરિકાએ કોઈપણ પ્રકારનું કારણ જણાવ્યા વગર 48 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા.

Top Stories India

Indian Student News: અમેરિકા જવા માંગતા યુવાનો સાવધાન રહો. અમેરિકાએ કોઈપણ પ્રકારનું કારણ જણાવ્યા વગર 48 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કર્યા. ભારતીય યુવાનોમાં હમેશા વિદેશ જવાની ઘેલછા જોવા મળે છે. ભારતીય યુવાનોની માંગ વિદેશમાં વધે છે પરંતુ કેટલાક કિસ્સામાં યુવાનોને નિરાશ થવાનું પડે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ કે જે અમેરિકામાં રહેવા માંગ છે પરંતુ તેમને કોઈપણ પ્રકારનું કારણ આપ્યા વગર સ્વદેશ પરત મોકલ્યા છે. આ માહિતી વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા શુક્રવારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું કે ભારતીય યુવાનો સાથે અમેરિકા દાદાગીરી કરી રહ્યું છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા યુવાનો માટે અમેરિકા પ્રથમ પસંદગી છે. અન્ય દેશો કરતાં યુવાનો અમેરિકા જવાનું વધુ પસંદ કરે છે. અમેરિકામાં પણ અનેક ક્ષેત્રોમાં ભારતીય યુવાનો નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. છતાં પણ અમેરિકાએ છેલ્લા થોડાક સમયમાં કારણ આપ્યા વગર ભારતીય વિદ્યાર્થીઓ ડીપોર્ટ કર્યા છે. સંસદમાં બીકે પાર્થ શાસ્ત્રી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ડીપોર્ટ શા માટે કરવામાં આવી રહ્યા છે તે પ્રશ્ન પૂછવા પર વિદેશ મંત્રી કીર્તિ વર્ધન સિંહે આ જવાબ આપ્યો હતો.

લોકસભામાં ચોમાસા સત્ર દરમ્યાન બીકે પાર્થ શાસ્ત્રીએ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓને લઈને સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પૂછયું હતું કે શું સરકાર પાસે અમેરિકામાં રહેતા ઈલીગલ માઈગ્રન્ટ્સ અંગે કોઈ ડેટા છે અને જો છે તો તેમણે આ મામલે કયો ઉપાય વિચાર્યો અને શું પગલા લીધા છે તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો. તેમને પ્રત્યુત્તર આપતા કિર્તી વર્ધન સિંહે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ભારતીય નાગરિકતા ધરાવતા 48 વિદ્યાર્થીઓને અમેરિકાએ ડીપોર્ટ કર્યા છે. આ મામલે અમેરિકાએ અનઓથોરાઈડ્ઝ એમ્પ્લોયમેન્ટ, અનઅપ્રુવ્ડ વિડ્રોઅલ ફ્રોમ ક્લાસીસ, હકાલપટ્ટી અને સસ્પેન્શન તથા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) એમ્પ્લોયમેન્ટ્સની જાણ કરવામાં નિષ્ફળતા જેવા સંભવિત કારણો જણાવતા શા માટે તેમના વિઝાને ટર્મિનેટ કર્યા તેમ જણાવ્યું. આ બાબતો છતાં જો તે રોકાઈ ગયા હોત તો અમેરિકામાં તેમનું રોકાણ ગેરકાયદેસર ગણાત. આ સાથે વિદેશ મંત્રીએ એ પણ માહિતા આપી કે છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકા ઉપરાંત અન્ય દેશોની સરખામણીએ કરીએ તો કુલ 633 ભારતીયોના મોત થયા છે. અને સૌથી વધુ મોત કેનેડામાં થયા હોવાનું સામે આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝારખંડમાં રેલ દુર્ઘટના; હાવરા-મુંબઈ મેઈલના 20 ડબ્બા પાટા પરથી ઉતરતાં મુસાફરો થયા ઘાયલ

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું