Not Set/ કમલ હસનની રેલીમાં ફેકાયા પથ્થર અને ઇંડા , શું છે કારણ

લોકસભાની ચૂંટણીનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, સાંજે દરેક રાજનીતિક પાર્ટીઓ પ્રચાર પ્રસારને બંધ કરી દેશે. આપને જણાવી દઇએ કે, રવિવારે 19 તારીખે લોકસભાની ચૂંટણીનાં અંતિમ ચરણ માટે મતદાન થવાનું છે ત્યારે શુક્રવારનાં અંતિમ દિવસ પ્રચાર પ્રસારમાં દરેક પક્ષ વ્યસ્ત બની ગયો છે. આજે નેતાથી લઇને કાર્યકર્તાઓ પોતાની પાર્ટી માટે જનતા સામે વોટની માંગણી કરશે. […]

Top Stories India

લોકસભાની ચૂંટણીનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, સાંજે દરેક રાજનીતિક પાર્ટીઓ પ્રચાર પ્રસારને બંધ કરી દેશે. આપને જણાવી દઇએ કે, રવિવારે 19 તારીખે લોકસભાની ચૂંટણીનાં અંતિમ ચરણ માટે મતદાન થવાનું છે ત્યારે શુક્રવારનાં અંતિમ દિવસ પ્રચાર પ્રસારમાં દરેક પક્ષ વ્યસ્ત બની ગયો છે. આજે નેતાથી લઇને કાર્યકર્તાઓ પોતાની પાર્ટી માટે જનતા સામે વોટની માંગણી કરશે. દરમિયાન અત્યારે એક સમાચાર મળી રહ્યા છે, જ્યા કમલ હસનનાં નેતૃત્વવાળી મક્કલ નિધિ મૈયમની એક જનસભામાં બે અજાણી વ્યક્તિએ મંચ પર કથિત રીતે ઇંડા અને પથ્થર ફેંક્યા હતા. જેના કારણે તણાવનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટના દરમિયાન અભિનેતા કમલ હસન મંચ પર જ હાજર હતા. આ વચ્ચે કોયંબતૂર જિલ્લા પોલીસે શુક્રવાર સુલૂર ઉપચૂંટણીમાં પ્રચાર કરવા માટે અભિનેતાને પરવાનગી આપવાની સખત મનાઇ કરી. આપને જણાવી દઇએ કે, અરાવકુરિચીની ઘટનામાં કોઇ વ્યક્તિ ઘાયલ થયો નથી. સમગ્ર ઘટના કમલ હસનનાં ભાષણ સમાપ્તી બાદ અને મંચ પરથી ઉતરવા દરમિયાન ઘટી હતી. ઘટનાની ગંભીરતા જોતા કમલ હસનને પોલીસનું પ્રોટેક્શન મળી ગયુ છે.

શું કહ્યુ કમલ હસને

મંચ પરથી નીચે ઉતરતી સમયે પોતાના પર ઇંડા ફેંકવામાં આવ્યા હોવા પર કમલ હસને પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મને લાગે છે કે હવે રાજનીતિનું સ્તર નીચે આવી ગયુ છે. મને ડર નથી લાગતો, દરેક ધર્મનાં પોતાના આતંકવાદી છે. આપણે આ સંબંધમાં ખોટા પાખંડનો દાવો ન કરી શકીએ. ઉલ્લેખનીય છે કે રવિવારે કમલ હસને એક વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતુ કે, આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો.