Election/ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આ આમ મહિલાઓને ટિકિટ આપી નવો ચીલો ચાતર્યો

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં ફ્રુટની લારી વાળાના પુત્રને મુખ્ય ઉમેદવાર બનાવ્યા બાદ રાજકોટમાં મહિલા સફાઈ કર્મચારી અને મહિલા પ્યુનને ટિકિટની

Top Stories Gujarat

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં ફ્રુટની લારી વાળાના પુત્રને મુખ્ય ઉમેદવાર બનાવ્યા બાદ રાજકોટમાં મહિલા સફાઈ કર્મચારી અને મહિલા પ્યુનને ટિકિટની ફાળવણી કરી છે.ટિકિટની ફાળવણી કરી છે,સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જોર જોરથી પડઘમ વાગી રહ્યા છે. દર વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મોટી પાર્ટીઓ તરીકે મેદાન મારી જતી હોય છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી અને એનસીપીએ પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી નાના માણસોને ટિકિટની ફાળવણી કરી અને અનોખો ચીલો ચાતરી રહી છે, તેમજ મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. જેને લઇને ઉમેદવારો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, હવે મતદાન કરતી વખતે મતદાતાઓ કેટલા ઉત્સાહી થાય છે તે જોવું રહ્યું.

Vaccine / સ્થાનિક બજારમાં જાહેર જનતાને ક્યારે મળશે કોરોના રસી, એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ માહિતી આપી

આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 7 મા એક સફાઈકર્મી મહિલાને ટિકિટ આપી છે જેનું નામ જ્યોત્સનાબેન સોલંકી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારી તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓને ટિકિટની ફાળવણી કરવામાં આવ્યા બાદ તેમના પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બીજા પક્ષો પૈસા લઈને ટિકિટની વહેંચણી કરે છે જ્યારે આમ આદમી પાર્ટી અમારા જેવા નાના માણસોને પણ ટિકિટ આપે છે, આ ઉપરાંત તેઓએ પોતાના વોર્ડમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Political / કાયદો-વ્યવસ્થાને લઇને માયાવતીએ યુપી સરકારને લીધી આડેહાથ

જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અન્ય એક ટિકિટ વોર્ડ નંબર એકમાં હંસાબેનને આપવામાં આવી છે. તેઓ સામાજીક કાર્યકર્તા ની સાથે હોસ્ટેલમાં પ્યુન તરીકે કામગીરી કરે છે. તેઓએ જણાવ્યું હતું કે અમારા બોર્ડમાં અનેક સમસ્યાઓ છે મુખ્યત્વે આ વિસ્તારમાં ગંદકી સાથે ઘણા ઘરોમાં લાઈટો પણ જોવા મળતી નથી. આ વિસ્તાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વિસ્તાર છે છતાં આ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાઓ ઉપલબ્ધ નથી. જોકે હંસાબેન પોતે ફિલ્મની સાથે પોતાના વિસ્તારના લોકો માટે ઘણી સામાજીક કામગીરી કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તેમજ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 તારીખના યોજાવા જઈ રહેલી છે, જેના કારણે ભાજપ કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે તેની વચ્ચે આમ આદમી પાર્ટીને પણ પોતાના ઉમેદવારની જીતનો વિશ્વાસ છે. રાજકોટમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ 73 બેઠકો માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ કામદાર મહિલાને અને પ્યુન બહેનને ટિકિટ આપી નાના માણસો ઉપર ભરોસો મૂકીને નવો ચીલો ચાતરવામાં આવ્યો છે.

Chinese dragon / આખરે, વિશ્વમાં કેમ વધી રહ્યો છે ચીનનો દરજ્જો ? અમેરિકનો પણ દિલ ખોલી કરી રહ્યા છે રોકાણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…