Cricket/ ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આતુર, ટિકિટ બુકીંગ 19મી ફેબ્રુઆરીથી થશે શરૂ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે  આવતીકાલે એટલે કે ૧૯ ફેબ્રુઆરીથી  બંને ટીમો  આવનારી મેચ ને અનુલક્ષીને નેટ પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહી છે. આગામી 24 ફેબ્રુઆરી થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ […]

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે  આવતીકાલે એટલે કે ૧૯ ફેબ્રુઆરીથી  બંને ટીમો  આવનારી મેચ ને અનુલક્ષીને નેટ પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહી છે. આગામી 24 ફેબ્રુઆરી થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તો સાથે જ T-20 ક્રિકેટ મેચ માં ખેલ રસિકોને ઇંગ્લેન્ડ અને ભારતની ધૂંઆધાર બેટિંગ નો નજારો પણ જોવા મળશે. ક્રિકેટ ટીમો ની નેટ પ્રેક્ટિસ ને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા ખાસ સુરક્ષાના પ્રબંધ કરવામાં આવ્યા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન આગામી 20 તારીખથી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ