Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની “ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @2047 નું જે વિઝન આપ્યું છે, તેને “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.

છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સુધારેલી કૃષિ અને આત્મનિર્ભર ખેડૂતો, વેપાર-ઉદ્યોગમાં નેતૃત્વ, આરોગ્ય-શિક્ષણ અને સલામતી દ્વારા મહિલા સશક્તિકરણ, સક્ષમ યુવાનો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ, ગરીબોના જીવન માટે સન્માન, વંચિતોનો વિકાસ, શહેરો અને ગામડાઓમાં રહેવાની સરળતા, સ્વસ્થ ગુજરાત-શક્ત ગુજરાત દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
તેમના જ નેતૃત્વયમાં ચાર મહિના પહેલા લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 25 બેઠકો મેળવેલ તેમજ ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી જીતી છે. હાલ રાજ્યભમાં ભાજપના ધારાસભ્યોાની સંખ્યાઠ 161 સુધી પહોંચી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેમણે ધોરણ 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યમંત્રી તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો:ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપી
