Ahmedabad/  નણંદનાં પ્રેમિએ ગર્ભવતી ભાભીને પેટ પર લાતો મારી, ગર્ભમાં રહેલા 4 માસનાં બાળકનું મોત

 નણંદનાં પ્રેમિએ ગર્ભવતી ભાભીને પેટ પર લાતો મારી, ગર્ભમાં રહેલા 4 માસનાં બાળકનું મોત

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાને યુવક દ્વારા લાતો મારતા એના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે નણંદ સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને યુવક ઘરમાં પ્રવેશ્યો અને નણંદ એ લગ્નની ના પાડતાં તેણે મારામારી કરી ગર્ભવતી મહિલાને લાતો મારતા તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે…

અમદાવાદના રાણીપુર નારોલમાં રહેતા કમલાવતી પાંડે નામની ૨૬ વર્ષીય મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ તેઓ નારોલનાં સૈજપુર ગોપાલપૂરમાં આવેલી દિનેશભાઈ ભરવાડની ચાલી ખાતે રહેતા હતા, પરંતુ ત્યાં પાડોશમાં પંકજ ઉર્ફે ગોલુ પાંડે નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો, જેની સાથે મહિલાની નણંદ તારાકુમારીને સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, જે બાબતની જાણ મહિલાને થતા છેલ્લાં બે દિવસથી તેઓ નારોલના વૈશાલીનગર ખાતે રહેવા આવી ગયા હતા.  હાલ મહિલાને ચાર મહિનાનો ગર્ભ છે.

૧૮મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેની નણંદ સાથે ઘરે હાજર હતી, તે વખતે બપોરના સમયે પંકજ ઉર્ફે ગોલુ તથા તેની માસીનો દીકરો શનિ દિનેશભાઈ પાંડે તેમજ તેના સગાં સંબંધીઓ મહિલાના ઘરે આવ્યા હતા.. પંકજ ઉર્ફે ગોલુએ મહિલાની નણંદ તારાકુમારી સાથે લગ્ન કરવા છે, તેવું જણાવ્યું હતું. જોકે મહિલાની નણંદે તે યુવક સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા, પંકજ એકદમથી ઉશ્કેરાયો હતો અને મહિલાની નણંદ સાથે બોલાચાલી કરી હતી જેથી મહિલાએ ઝઘડો કરવાની ના પાડતા અને સમજાવવાનો પ્રયત્ન કરતાં યુવક સમજ્યો ન હતો અને મહિલા સાથે પણ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

પંકજ સાથે આવેલા શનિ પાંડે નામના યુવકે અચાનક ઉશ્કેરાઈ ગર્ભવતી મહિલાને ધક્કો મારી નીચે પાડી દિધી હતી અને પંકજ ઉર્ફે ગોલુ પાંડેએ મહિલાને પેટના ભાગે જોરથી લાત મારી હતી, જેના કારણે મહિલાને પેટમાં સતત દુખાવો થયો હતો..પંકજે નણંદ સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો અને જતા વખતે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે તે બાદ મહિલાને દુખાવો વધુ થતા પતિને જાણ કરતા ૧૦૮ મારફતે એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

Covid-19 / મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

એલ.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબો દ્વારા સોનોગ્રાફી કરીને મહિલાને જણાવાયુ કે તેના ગર્ભમાં રહેલ જીવીત બાળકનું મૃત્યુ થયું છે.. તેથી મહિલાએ પંકજ ઉર્ફે ગોલુ ઘનશ્યામ પાંડે અને શનિ દિનેશભાઈ પાંડે સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે નારોલ પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ તેજ કરી છે.