આક્રોશ/ રાજકોટમાં કિન્નરોનો પોલીસ સામે નગ્ન નાચ, ટ્રાન્સજેન્ડર પાયલ સામે ઉગ્ર રોષ

રાજકોટમાં બે જૂથ તેમજ બે પાર્ટીઓ વચ્ચે માથાકૂટ થઇ હોવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે હવે એક અલગ જ પ્રકાર ના સમાચાર પ્રકાશમાં આવ્યા છે જેણે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે.

Top Stories

રાજકોટમાં બે જૂથ તેમજ બે પાર્ટીઓ વચ્ચે માથાકૂટ થઇ હોવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે હવે એક અલગ જ પ્રકાર ના સમાચાર પ્રકાશમાં આવ્યા છે જેણે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે.રાજકોટમાં આજે કિન્નરોએ પોલીસ સ્ટેશન ખાતે બુમાબુમ કરી. આ કિન્નરોને થોડા દિવસ પહેલા પાયલ નામની ટ્રાન્સજેન્ડરનો એકે વિડીયો ઉતાર્યો હતો જેમાં તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જેનાથી ત્રાસી ટ્રાન્સજેન્ડર પાયલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના સબબ કિન્નરો વિરુદ્ધ અરજી કરી પોલીસનું રક્ષણ મેળવ્યું હતું. તેના પ્રતિકાર રૂપે કિન્નરોએ પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને તાલીઓ પાડીને વાતાવરણ હંગામો મચાવતા આસપાસના વિસ્તારોમાં ઉહાપોહ તેમજ ચર્ચા ફેલાઈ ગઈ હતી.

Toolkit Case / દિશા રવિને કેમ ન મળવી જોઇએ જામીન? જાણો દિલ્હી પોલીસે કોર્ટમાં શું આપ્યો જવાબ

તાલીઓ પાડી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારા જાહેરમાં તેને અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી,વાયરલ કર્યો હતો.કિન્નરો ઉગ્ર રોષમાં આવી ગયા હતા.

FASTags / NHAI નો મોટો નિર્ણય, 1 માર્ચ સુધી ફાસ્ટેગ free

આ બનાવના પગલે આજે સવારે મોટી સંખ્યમાં કિન્નરો માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને પાયલ નામની ટ્રાન્સજેન્ડર મહિલા વિરૂધ્ધ કડક પગલા લેવા અને તેને રાજકોટ બહાર તગડી દેવાની પ્રબળ માંગણી સાથે પોલીસ સ્ટેશન ખાતે સુત્રોચ્ચાર કરી તાલીઓ પાડી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. સ્થાનિક પોલીસે તેમની રજૂઆત પર પ્રતિસાદ ન આપતા કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને ઉગ્ર સુત્રોચ્ચાર શરૂ કર્યા હતાં.ટ્રાન્સજેન્ડર પાયલે પોતાની સાથે થયેલા અભદ્ર વર્તન વિરુદ્ધ પોલીસને રજુઆત કરવા પહોંચી હતી, જેના પ્રતિકાર રૂપે કિન્નરોએ કહ્યું હતું કે, પાયલ મહિલાના કપડા પહેરી કિન્નર તરીકે માંગવા નીકળે છે તથા કિન્નરોના ગુરૂ વિશે પણ એલફેલ બોલે છે.’ હાલ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે જોરશોરથી ઝુંબેશ શરૂ થઇ છે. સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ આ દેખાવ કર્યા હતા.

New Delhi / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…