પહેલા સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી, આજે વિભક્ત કુટુંબની પ્રથા પ્રવર્તમાન છે. અથવા તો કુટુંબના સભ્યોની સંખ્યા ઓછી હોય દરેક માતા-પિતાએ તેના બાળકોને પૂરતા લાડકોડથી ઉછેરવા હોય છે. એટલું જ નહીં તેની દરેક ઈચ્છાઓ અને જીદ પૂર્ણ કરવાના પ્રયાસો કરતા હોય છે. વર્તમાન સમયે સમાજમાં માતા-પિતામાં ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે. આમ, છતાં ક્યારેક બાળકોની જીદ પૂરી ન કરી શકવા બદલ માતા-પિતા અંદરથી કોચવાતા હોય છે. ઘણી વખત બાળકોની જીદ સામે કઈ રીતે વર્તણૂક કરવી ? તે માટે તેઓ નિષ્ણાતની સલાહ લેતા હોય છે. આવા સમયે ખરા અર્થમાં શું કરવું જોઈએ ? આ પ્રશ્ન પોતાના વહાલસોયા સંતાનના યથા યોગ્ય ઉછેર માટે દરેક માતા-પિતા માટે પ્રાણ પ્રશ્ન બની જતો હોય છે.
FASTags / NHAI નો મોટો નિર્ણય, 1 માર્ચ સુધી ફાસ્ટેગ free

New Delhi / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ
રોશનીનો લાડકો દીકરો રાઘવ સાત વર્ષનો છે. ભણવામાં ખુબજ હોશિયાર છે.તેમજ સાથોસાથ અન્ય ઈતર પ્રવૃત્તિઓનો શોખ હોય રોશની તેને સ્કેટિંગ અને ડ્રોઈંગ બે ક્લાસીસમાં તાલીમ માટે મોકલી રહી છે. રાઘવની બુદ્ધિપ્રતિભા ખૂબ જ સારી છે. તેજસ્વી વિદ્યાર્થીની સાથોસાથ તે તેની બંને ઈતર પ્રવૃતિઓમાં તેની ઉંમરના અન્ય બાળકો કરતા વધારે સુંદર દેખાવ કરી શકે છે. રોશની ઘર સંભાળવાની સાથોસાથ કોમ્પ્યુટર જોબવર્ક ઘરેથી જ કરી રહી છે. જેથી દીકરાના ઘડતરમાં પૂરતો સમય આપી શકે. રોશની સપ્તાહમાં ત્રણ દિવસ સ્વિમિંગની તાલીમ માટે લઈ જાય છે. પરંતુ હજુ થોડા દિવસો પહેલા જ ખૂબ જ ઠંડી પડી રહી હતી. અને રાધવને શરદી હોય તેણે રાઘવને એક દિવસ સ્વિમિંગ ક્લાસમાં ન મોકલવાનો નિર્ણય કર્યો. આ વખતે રાઘવે સ્વિમિંગમાં જવા માટે જીદ તો કરી જ હતી. પરંતુ રોશની પર રીતસરનો આક્ષેપ મુકવા સાથે ઝઘડો કર્યો હતો. કે તું મને સ્વિમિંગમાં શા માટે મુકી ન ગઈ? મને ગમતું નથી અને તારા લીધે આજે મારા સ્વિમિંગના ક્લાસમાં રજા પડી. આવું તે એક વાર નહીં પરંતુ વારંવાર બોલ્યો હતો, જેથી રોશની ચિંતિત થઈ ગઈ હતી. માતા તરીકે મનમાં ખૂબ જ મૂંઝાઈ રહી હતી. રોશનીએ દીકરા રાઘવને પોતાની રીતે સમજાવવાની કોશિશ કરી કે બેટા તને શરદી હતી માટે આજે રજા રાખી. મમ્મી તારા સારા માટે જ કહેતી હોય ને દીકરા. આટલી સફાઈ આપવા છતાં રાઘવ વારેવારે રોશની પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો. આ વખતે રોશનીને તેમ થયું કે પોતાના માતા તરીકેના ઉછેરમાં કોઈ તકલીફ છે ? યા બાળકનું જીદ કરવું ક્યાંક અસામાન્ય તો નથી ને ? રોશનીને તેની જૂની સખી મોહિની યાદ આવી. તેને થયું કે મોહિની શ્રેષ્ઠ માતા ઉપરાંત બાળકોની સંસ્થામાં કામ કરી રહી હોય તેના બાળકનો ઉછેર યથાયોગ્ય કરી રહી છે. તેણે મોહિનીને ફોન કરી બધી જ આપવીતી વર્ણવી. મોહિનીએ બધું જ સાંભળ્યા પછી નિરાકરણ સૂચવ્યું તે આજના માતા-પિતાએ સાંભળવા લાયક છે. મોહિનીએ જે જવાબમાં જણાવ્યું તેને અહીં મુદ્દાસર સમજીએ.
Vaccination / તો શું કોરોનાને કહીશું Good Bye? જાણો કયા માામલે ભારતે રચ્યો ઈતિહાસ
* બાળક જીદ કરે છે તો તેમાં કંઈ ખોટું નથી. દરેક બાળક નાનપણમાં હઠ કરતા જ હોય છે. માટે જ તેને ‘બાળહઠ’ કહેવાય છે.
* પરંતુ બાળક આ જીદ ક્યારેક કરે છે કે વારંવાર કરે છે ? તે પ્રશ્ન અગત્યનો છે. ક્યારેક કરતો હોય તો તે સામાન્ય કહી શકાય.
* જીદ કેવી બાબત માટે કરે છે ? તેના આધારે આ જીદને યોગ્ય ગણવી કે નહીં તે નક્કી થતું હોય છે.
* બાળકની જીદ દર વખતે પૂરી કરવી જરૂરી નથી. ક્યારેક બાળક ને ‘ના’ સાંભળવા માટે પણ શીખવો. શક્ય હોય તો બાળકની વાતને આડા પાટા પર ચડાવવાની કોશિશ કરી ‘ના’ આડકતરી રીતે ક્હેવી જોઈએ.
* બાળક પાછળ સમય, શક્તિ અને નાણાં ત્રણેય ખર્ચવા છતાં બાળક તમને સમજી શકતું ન હોય ત્યારે તેને વાસ્તવિકતાની જાણ સરળ ભાષામાં કરો.
* કદાચ બાળકની જીદ વધારે પડતી હોય તો પણ ‘બાળકને વાળો તેમ વળી જાય છે’. તેવી ગુજરાતીમાં કહાવત છે. માટે ગભરાવવાની જરૂર નથી.

* બાળકને જ્યારે જીદ કરે ત્યારે કોઈ ચીજવસ્તુ લઈ આપવા કે પછી તેની ઈચ્છાને તાત્કાલિક સંતોષવા કરતાં તેને રાહ જોવડાવીને સમય આવ્યે ભેટ આપો. જેથી તેને મળેલી વસ્તુની તેની કિંમત થાય.
* બાળકને એ બાબતની પણ સમજણ આપો કે તમારે પણ ઘણું બધું કરવું હોય છે. પરંતુ પરિવારને પ્રાથમિકતા આપવાના કારણે તમે પણ ઘણું બધું કરી શકતા નથી. એટલે કે દરેકની દરેક ઈચ્છા પૂરી થતી હોતી નથી.
* બાળકને કોઈ પણ જવાબ માં તથ્ય જોવાની આદત હોય છે. ત્યારે તેના ગળે ઉતરે તેવા જીવંત ઉદાહરણો આપવા જોઈએ. જેથી તેને ખ્યાલ આવે કે તેના માતા-પિતા તેના માટે શક્ય તેટલું સારું કરી રહ્યા છે.
* જે માતા-પિતા બાળક માટે દરેક સમયે ઉપલબ્ધ રહે છે. ત્યારે આ પરિસ્થિતિ દર વખતે શક્ય ન પણ હોઈ શકે તેની બાળકને સમજ આપો.
કૃષિ આંદોલન / લાલ કિલ્લા હિંસા : ફરાર લક્ખા સિંહે દિલ્હી પોલીસને કર્યો પડકાર, જાહેર કર્યો વીડિયો
* બાળક જ્યારે કોઈની નકલ કરીને અથવા જાહેરાતથી અંજાઈને વસ્તુની માંગ કરે છે. આવા સમયે તેને તેની ઉંમરની બોધ કથા દ્વારા સમજ આપવી જોઈએ.
* બાળકને સમજાવો કે તેના માટે પોતે ભલે ‘સુપર મોમ’ કે ‘સુપર ડેડ’ હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં માતા-પિતાને પણ ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.
* આ બધી વાતો સીધી રીતે ન સમજાવતા સારા પુસ્તકોમાંથી બોધ કથાઓ કહેવી અથવા પરિસ્થિતિને અનુરૂપ વાર્તા બનાવીને બાળકને સમજાય તે રીતે રજુ કરવી જોઈએ.
* માતા-પિતાએ સંતાન પાછળ આપેલા ભોગથી પણ સંતાનને અવગત કરાવવું જરૂરી છે. તેમજ તે બાબત સમજાવવી જોઈએ કે એક જ પરિવારમાં રહેતા લોકો એકબીજાની ખુશી માટે રાજી ખુશીથી પોતાની ઈચ્છા જતી કરતા હોય છે.

* બાળકને ‘બાળ ફિલ્મો’ દ્વારા પણ સમજણ આપી શકાય. આ માટે બાળકને ઇતર પ્રવૃત્તિની સાથો સાથ જીવન મૂલ્ય શીખે તે પ્રકારની સમજણ આપવી જરૂરી છે.
* તમે બાળકના માતા-પિતા છો ત્યારે મોટા ભાગનો સમય માતા-પિતા બનીને જ રહો. જરૂર પડ્યે તેના જેવડા બની જાવ તે યોગ્ય છે. પરંતુ તેના જેવડા મિત્ર સાથે વર્તન કરે તેવુ જ બાળક તમારી સાથે ન કરે તે જોવું જરૂરી છે.
* દરેક માતા-પિતાની અંદર ઈશ્વરે બાળ ઉછેર માટે શક્તિ પ્રદાન કરી જ હોય છે. મહદંશે માતા-પિતા ધારે ત્યારે બાળકને યથાયોગ્ય સમજણ આપીને વાળી શકતા હોય છે.
* જ્યારે તમને બાળ ઉછેર કરતી વખતે પરિસ્થિતિ તમારા હાથમાં ન હોય તેવું લાગે ત્યારે નિષ્ણાતની સલાહ લઈ તેનું પાલન કરવું જોઈએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
માતૃત્વ : ભાવિની વસાણી,@મંતવ્ય ન્યૂઝ
