ચાની સુંગંધ જ સવારના આળસને ભગાડવા માટે ઘણી હોય છે અને વધારેપણ ભારરીય ઘરોમાં દિવસની શરૂઆત એક કપ ગરમા-ગરમ ચા થી થતી હોય છે કદાચ કોઈ એવુ ઘર ના હોય જ્યાં ચા ના બનતી હોય્ ભારતમાં મેહમાનોના સ્વાગત પણ ચાની સાથે કરાય છે અને કેટલાક લોકો તો દિવસમાં ઘણી વાર ચાનો મઝા લે છે પણ આ જે તમને મજા આઆપે છે તેમજ આરોગ્ય માટે પણ એક સજા હોય છે.
કેટલાક નલોકોને બેડ ટી ખૂબ પસંદ હોય છે તે સવારે ઉઠ્યાની સાથે જ ચા પીવે છે ત્યારબાદ જ તે તેમના દિવસની શરૂઆત કરે છે. બેડ ટી તમારા આરોગ્ય માટે ખરાબ હોઈ શકે છે ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે. ખાલી પેટ ચા પીને તમે તમારા પેટને સીધુ નુકશાન પહોંચાડી શકો છો. તેનાથી અલ્સર કે ગેસ જેવી પરેશાનીઓ વધવાની શકયતા રહે છે.

ટી પીવી સૌને પસંદ હોય છે. પણ આ શોખ તમારી લાઈફમાં આવનારા સમયમાં અનેક પ્રકારની પ્રોબ્લેમને જન્મ આપી શકે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે સવારે ઉઠીને સૌ પહેલા રસોડામાં જઈને ચા પીવે છે અને ત્યારબાદ જ પોતાન દિવસની શરૂઆત કરે છે. જો તમે પણ આવી ટેવથી મજબૂર છો તો આ જરૂર વાંચો.એક રિસર્ચ મુજબ લગભગ 80 ટકા લોકોને બેડ ટી પીવાની ખરાબ ટેવ હોય છે. ચા પીધા વગર પથારીમાંથી ઉઠતા નથી. ખાલી પેટ ચા પીવાના શુ શુ નુકશાન થઈ શકે છે એ જાણશો તો ચોકી જશો.
શિયાળો હોય કે ઉનાળો. ખાલી પેટ પીવી હંમેશા નુકશાનદાયક જ રહે છે. આવુ એ માટે થાય છે કારણ કે ચા માં જરૂર કરતા વધુ કૈફીન હોય છે. કૈફીન સાથે ચા માં થિયોફાઈલીન અને એલ થયનિન જેવા ખનીજ તત્વ હોય છે.ઉલ્લેખનીય છે કે આ ખનીજ તત્વોનુ સેવન કરવાથી શરીર ખૂબ ઉત્તેજીત થઈ જાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે સવારે ખાલી પેટ બ્લેક ટી પીવાથી આરોગ્ય સારુ રહે છે અને શરીર સ્વસ્થ થાય છે. પણ અમે તમને બતાવી દઈએ કે એવુ બિલકુલ નથી. આ માન્યતા એકદમ ખોટી છે.

ખાલી પેટ બ્લેક ટી પીવી ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.આવુ કરવાથી તમને જાડાપણુ જેવી ભયંકર બીમારીને આમંત્રણ આપો છો.
બ્લેક ટી જ નહી પણ દૂધવાળી ચા પણ તમારા આરોગ્ય માટે ખૂબ નુકશાનદાયક છે. જો કે તેની અસર ધીરે ધીરે થાય છે.સવારે ખાલી પેટ દૂધવાળી ચા પીવાથી તમારા સ્વભાવમાં ચિડચિડાપણુ આવવા માંડે છે અને તમને જાણ પણ નથી થતી. આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી તમને જલ્દી થાક લાગી શકે છે. ખાલી પેટ ચા પીવાથી તમને ગભરામણ અને ઉબકા આવવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
