Breakup Advice: પ્રેમમાં જેટલી ખુશી મળે છે, બ્રેકઅપ (Breakup) માં તેટલું જ દર્દ થાય છે. જ્યારે સંબંધ તૂટે છે ત્યારે વ્યક્તિ ભાંગી પડે છે અને ગુસ્સામાં કે દુઃખમાં આવીને કેટલાક એવા નિર્ણયો લઈ લે છે, જે પાછળથી પસ્તાવાનું કારણ બને છે. આ ભૂલો તમારી માનસિક શાંતિ (Mental Peace) છીનવી લે છે. જો તમે પણ આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો આ 5 ભૂલો ક્યારેય ન કરતા.
સોશિયલ મીડિયા પર જાસૂસી કરવી (Stalking)
બ્રેકઅપ (Breakup) પછી સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે તેઓ પોતાના એક્સ-પાર્ટનર (Ex-Partner) નું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા રહે છે.
નુકસાન: તેઓ ક્યાં જાય છે, કોને મળે છે કે ઓનલાઇન છે કે નહીં – આ બધું જોવાથી તમને વધુ દુઃખ થશે.
ઉકેલ: બહેતર છે કે તેમને બ્લોક કરો અથવા મ્યૂટ કરો જેથી તમે તમારા જીવન પર ધ્યાન આપી શકો.
નશામાં કોલ કે મેસેજ કરવો (Drunk Texting)
ઘણા લોકો બ્રેક અપ (Breakup) પછી ગમ ભુલાવવા નશાનો સહારો લે છે અને પછી હોશ ગુમાવીને એક્સને કોલ કરી દે છે.
નુકસાન: નશામાં તમે રડીને કે ગુસ્સે થઈને કંઈક એવું બોલી જશો જે તમારા આત્મસન્માન (Self-respect) ને ઠેસ પહોંચાડશે. સવારે ઉઠીને તમને જ શરમ આવશે.
જાહેરમાં ખરાબ બોલવું કે ડ્રામા કરવો (Breakup)
મિત્રો સામે કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને પાર્ટનરની બદનામી કરવી યોગ્ય નથી.
નુકસાન: જે વ્યક્તિ સાથે તમે સારો સમય વિતાવ્યો છે, તેના વિશે ખરાબ બોલવાથી તમારી જ ઈમેજ ખરાબ થાય છે. સંબંધ પૂરો થયો, તો તેને ગરિમા સાથે પૂરો કરો.
તાત્કાલિક નવા સંબંધમાં જોડાવું (Rebound)
‘એક ગયો તો બીજો’ – આ વિચારસરણી ખોટી છે.
નુકસાન: માત્ર એક્સને ભૂલવા માટે કે દેખાડો કરવા માટે તરત જ બીજા રિલેશનશિપમાં ન જોડાવો. આનાથી તમે સામેવાળી વ્યક્તિ સાથે પણ અન્યાય કરશો અને ખુદ પણ કન્ફ્યુઝ રહેશો. પહેલા ઘા રુઝાવવા માટે સમય લો.
એકલા રહેવું (Isolation)
દુઃખી થઈને એક રૂમમાં પુરાઈ રહેવું કે જમવાનું છોડી દેવું એ હેલ્થ માટે જોખમી છે.
ઉકેલ: મિત્રોને મળો, બહાર જાઓ અને તમારા શોખ પૂરા કરો. એકલતા તમને ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે.
સમય દરેક ઘા ભરી દે છે. બ્રેકઅપ (Breckup) એ જીવનનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. તમારી જાતને પ્રેમ (Love) કરો અને આગળ વધો.
આ પણ વાંચો: પતિ બની જાય પત્ની અને પત્ની બને પતિ! માત્ર એક સાંજમાં સુધરી જશે સંબંધ, જાણો ‘રોલ સ્વેપ થેરાપી’નો જાદુ
આ પણ વાંચો: સેક્સ્યુઅલ વેલનેસ એટલે શું? તેને સમજવી કેમ જરૂરી છે? જો અવગણશો તો જીવનમાં આવી શકે છે હતાશા
આ પણ વાંચો: શું ‘સારો માણસ’ હોવું એ ‘સારા જીવનસાથી’ હોવાની ગેરંટી છે? જાણો આ બે વચ્ચેનો સામાન્ય ભેદ





