પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રમુખ નાના પટોલેએ બોલિવૂડનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને ખેલાડી અક્ષય કુમાર પર નિશાન સાધ્યું હતું. પટોલેનાં નિવેદન બાદ અમિતાભ બચ્ચનનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Toolkit Case / દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ
વળી કોંગ્રેસનાં નેતાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ જે કહે છે તેનાથી પીછેહઠ નહીં કરે અને અભિનેતાઓનો વિરોધ ચાલુ રાખશે. ઈંધણનાં વધતા ભાવને લઇને બોલિવૂડ કલાકારોનાં મૌન પર પટોલે ખૂબ ગુસ્સે થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર નાના પટોલેનાં નિવેદન બાદ અમિતાભ બચ્ચનનાં નિવાસસ્થાન જલ્સાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટોલેએ બંને અભિનેતાઓને ધમકી આપી હતી કે તેઓ રાજ્યમાં તેમની ફિલ્મ્સનું શૂટિંગ થવા દેશે નહીં. શનિવારે પટોલેએ કહ્યું હતું કે, અમે પીછેહઠ કરીશું નહીં. જ્યાં પણ અમે તેમને જોઈશું અથવા જ્યાં પણ તેમની ફિલ્મ રિલીઝ થશે ત્યાં તે કાળા ઝંડા બતાવશે.” તેમણે કહ્યું છે કે, અમે દરેક લોકશાહી પદ્ધતિઓનો ટેકો લઈશું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અમે ગોડસેવાળા નથી, ગાંધીવાળા છે.’
Rajasthan / કોમેડિયન શ્યામ રંગીલાને PM મોદીની મીમીક્રી કરવી પડી ભારે, નોંધાયો કેસ
જો કે આ દરમિયાન તેમણે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ નિવેદન અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ નથી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પટોલેએ કહ્યું હતું કે, “હું અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનનો વિરોધી નહીં, પરંતુ તેમના કામની વિરુદ્ધ બોલ્યો છું.” તેમણે કહ્યું કે, તે વાસ્તવિક હીરો નથી. જો તેઓ હોત, તો તેઓ લોકોને થતી વેદના દરમિયાન તેમની સાથે ઉભા હોત.” તેમણે કહ્યું, ” જો તેઓ કાગળનાં સિંહ રહેવા માંગતા હોય, તો અમને કોઈ સમસ્યા નથી.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
