Corona Update/ કોરોના કેહેશે બાય બાય, આજે પણ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે

આજે ફરી એક વખત રાજ્યમાં કોરોના નવા કેસ કરતા સ્વસ્થતાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવા કેસ 258 નોંધવામાં આવ્યા છે જ્યારે 270 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં

Top Stories Gujarat

 આજે ફરી એક વખત રાજ્યમાં કોરોના નવા કેસ કરતા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવા કેસ 258 નોંધવામાં આવ્યા છે જ્યારે 270 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો તેમાં બ્રેક લાગી હતી તે ફરી એક વખત યથાવત થયો છે.

Election / CM વિજય રૂપાણી, અંજલીબેન,વજુભાઈ વાળા સહિતના આગેવાનો કયા બુથ પર કરશે મતદાન

રાજ્યમાં આજે નવા 258 કેસ નોંધાયા છે જ્યારે વધુ 277 ડિસ્ચાર્જ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,60,745 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં મૃત્યુઆંક 4,404 છે જ્યારે રિકવરી રેટ 97.72 નોંધવામાં આવ્યો છે.રાજ્યમાં ગત 16 જાન્યુઆરી થી કોરોના રસીકરણ પ્રારંભ થયો છે ત્યારે  અત્યાર સુધીમાં 8,12,333 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે રાજ્યમાં એક પણ વ્યક્તિને કોરોનાના કારણે ગંભીર આડ-અસર નોંધવામાં આવી નથી.

Collision / લેન્ડિંગ દરમિયાન વીજળીનાં થાંભલા સાથે અથડાયું Air India નું વિમાન

રાજ્યમાં હાલ 1672 એક્ટિવ કેસ છે. જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1643 લોકો ની સ્થિતિમાં સ્થિરતા જોવા મળી છે. અત્યાર સુધીમાં 2,60,745લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોના નોંધાયેલા નવા 258 કેસમાં સુરતમાં 51, વડોદરામાં 49, અમદાવાદમાં 45,  રાજકોટમાં 25, ગાંધીનગરમાં 9, ખેડામાં 10, જૂનાગઢમાં 7, મોરબીમાં કચ્છ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધવામાં આવ્યા છે.

Gandhinagar / ગાંધીનગર સચિવાલય માં હવે ‘અમૂલ’ પરિવર્તન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…