સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે રાજ્યની 6 મહાનગર પાલિકામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આમ જનતાથી માંડી અને મીડિયા સૌ કોઈની નજર રાજકોટના બે દિગ્ગજ નેતાઓના આગમન પર રહેલી હતી.જેમાં એક તો મુખ્યમંત્રી રૂપાણી કે જેવો કોરોનાની સારવાર અમદાવાદ ખાતે લઇ રહ્યા હતા,જેમની પણ તબિયત સારી થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપતા રાજકોટ ખાતે મતદાન કરવા માટે ઉપસ્થિત રહેવાના છે, તેમજ અન્ય કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા કે જેવો મતદાન કરવા માટે ખાસ રાજકોટ આવી રહ્યા હતા. તેની વચ્ચે વજુભાઈ વાળાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આજે તેમણે પોતાના મતદાન ક્ષેત્ર મતદાન કર્યું હતું.રાજકોટ મનપાની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા.
વજુભાઇએ રાજકોટ ખાતે બપોરે 2:30 કલાકે પવિત્ર મતદાન કર્યું હતું. આ તકે તેમની સાથે ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, ગુણુભાઈ ડેલાવાળા, વોર્ડના ઉમેદવાર સહિતના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યપાલ વજુભાઈ વાળાએ માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરી કોવીડ – 19 ની ગાઈડલાઈન મુજબ વોર્ડ નં 8 ના હરિહર સોસાયટી કોમ્યુનિટી હોલ, બૂથ નં 3,7, ખાતે મતાધિકારનો લાભ લઈ મતદાન કર્યું હતું. અને અન્ય મતદારોને જરૂરથી મતદાન કરવા પ્રેરણા આપી હતી.
Election / મનપા ચૂંટણીમાં બપોર સુધીમાં પાંખું મતદાન, નેતાઓની વધી ચિંતા
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ મતદાન કર્યુ હતું. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, સારૂ કર્યુ કે આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. વિધાનસભાના અને લોકસભામાં પણ બંધારણમાં વર્ષ નક્કી કરવા જોઇએ.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નં.9માં પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન કરતા સમયે કમલેશ મિરાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કમલેશ મિરાણીએ ચહેરા પર ભાજપના નિશાન કમળવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે.આ બાબત સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Election / રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
