@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે આજે મતદાન યોજાયું હતુ. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લી ટમ કરતા આ વખતે મતદાન ઓછું થયું છે. પરંતુ જો અસારવા બોર્ડ ની વાત કરવામાં આવે તો મતદાનના અંતિમ તબક્કામાં મત આપવા માટે વોટર્સ ની ભીડ જામી હતી.

ચમનપુરા ચાર રસ્તા પાસે આવેલા સિવિક સેન્ટર પર મતદાનનો સમય પૂર્ણ થવાનો હતો તેના 15 મિનિટ પહેલા 300થી વધારે લોકોના ટોળા ઉમટી આવ્યા હતા. તો સાથે સાથે અસારવા વોર્ડનાં ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ સિવિક સેન્ટર પર કાર્યકરોની ભીડ સાથે જોવા મળ્યા હતા. મતદાનનો સમય પૂર્ણ થતા પોલીસે સિવિક સેન્ટરનાં દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતા મતદાન સ્થળની બહાર 300 થી વધારે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. અને અલગ-અલગ પક્ષોના કાર્ય કરો ભેગા થવાને કારણે વાતાવરણ ગરમ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

તો આ સમયે ભાજપનાં ધારાસભ્ય પ્રદીપ પરમાર એ કહ્યું હતું કે, સમગ્ર મહાનગરપાલિકામાં ઓછું મતદાન થયું હોવા છતાં અસારવા બોર્ડમાં સૌથી વધારે મતદાન થયું છે. અને અસારવામાં ભાજપની પેનલ જંગી વોટો સાથે જીતશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
