રસીકરણ/ આજથી સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓમાં રસીકરણની શરૃઆત

સરકાર દ્વારા 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

Gujarat

રાજ્ય સરકાર આજથી એટલે કે ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના 3 જિલ્લા માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના દસ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે શનિવારથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને વિધિવત રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટ માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર કોરોના વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ માટે કુલ 75 હજારના ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં કચ્છ માટે દસ હજાર ડોઝ ડાયરેક્ટ ગાંધીનગરથી મોકલવામાં આવ્યા છે. અને જામનગર માટે 15 હજાર ડોઝ રાજકોટથી મોકલવામાં આવ્યા છે. સરકાર દ્વારા 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં યુવાનો રસીનો ડોઝ પણ લઇ રહ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી યુવાનોમાં હકારાત્મક્તા જોવા મળી રહી છે.