Nadiad News: ખેડા જીલ્લામાં નડિયાદ શહેરમાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે. રાજ્યની પ્રજાને સંબોધતા કહ્યું કે, ગરીબ, યુવા, ખેડૂત, નારીશક્તિ સરકારનું કેન્દ્રબિંદુ છે.
Live: 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડીયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/TkihuhJzwP
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે.
સીએમ પટેલે વધુમાં જણાવ્યુ કે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
