કોરોના કાબુમાં આવ્યા બાદ, ફરીએક વખત અટેક કરી રહ્યો છે ત્યારે દરેક લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. કોરોના કાબુમાં આવતા મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક બેદરકાર જોવા મળી રહ્યા હતા. માસ્ક પણ ના પહેરતા કોરોનાને હળવાશ થી લઇ રહ્યા હતા. તો બીજી તરફ કોરોનાની એન્ટ્રીમાં ભાગ ભજવતું હોય તો તે ચુંટણી છે. જી હા ચુંટણીની રેલીઓમાં, જાહેર સભાઓમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા તો ક્યાંક માસ્ક વગર લોકો નજરે પડ્યા. આ ચુંટણી સમયગાળામાં જ કેટલાક રાજકીય નેતાઓ પણ કોરોનાસંક્રમણના ઝપેટમાં આવી ગયા હતા. અને આમ રેલીમાં અનિયંત્રિત ભીડને પગલે સંક્રમણ વધ્યું છે. અનેક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાના કારણથી જ ક્યાંકને ક્યાંક કોરોનાએ રીએન્ટ્રી લીધી છે અને પહેલા જેવી સ્તિથિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

ચુંટણી બાદ રાજકોટની વાત કારવામાં આવે તો રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 50 જેટલા નવા દર્દીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે હવે રાજકોટમાં “ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા” જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આખરે રાજકોટમાં મનપા સક્રિય થઇ છે. મનપા દ્વારા આજથી જાહેર સ્થળોએ તથા અલગ અલગ સ્થળે કોરોના માટે ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ બસ પોર્ટ ખાતે ટેસ્ટિંગ બુથ શરુ કરવામાં આવ્યા છે. આજથી ફરી ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવી રહ્યા છે. કોવિડ ને લઈને મનપા દ્વારા અનેક સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે.
સુરત / કોરોના સંક્રમણ વધતા મનપા સક્રિય, ટેસ્ટીંગમાં વધારો અને માસ્કના નિયમો બન્યા વધુ કડક
ત્યારે ફરી એક વખત લોકોએ સાવચેત રહેવું પડશે અને માસ્ક પહેરવું, હાથને વારંવાર ધોવા તથા સ્પર્શ ના કરવો જેવી તકેદારી રાખવી પડશે. સોસિયલ ડિસ્ટન્સ જાળવીને ફરી એક વખત કોરોનાને હરાવો પડશે. ધાર્મિક, જાહેર જેવા કાર્યક્રમો ના યોજાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ મહામારીને લઈને લોકોએ સતર્ક અને જાગૃત રહેવું પડશે.
