GSEB/ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓને હાશકારો, ધોરણ 9 થી 12ની પરીક્ષા માટે ગુણભાર જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ9ની વાર્ષિક પરીક્ષાનો ગુણભાર તેમજ આંતરિક મૂલ્યાંકનના ગુણભાર જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ ધોરણ 9થી 11 વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવા

Gujarat

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ9ની વાર્ષિક પરીક્ષાનો ગુણભાર તેમજ આંતરિક મૂલ્યાંકનના ગુણભાર જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ ધોરણ 9થી 11 વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવા માટે આ વર્ષે કુલ 150 ગુણ માંથી મૂલ્યાંકન કરવામાં આવશે.સ્કૂલોએ ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓને આગળના ભાગમાં મોકલવા માટે કુલ 150 માંથી મૂલ્યાંકન કરવાનું રહેશે.મહત્વનું છે કે આ વર્ષે કોરોના ના લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા પ્રથમ સત્ર પરીક્ષા માર્ચમાં યોજાનાર છે અને પ્રથમ સત્ર બાદ બીજા સત્રની પરીક્ષા યોજવાની નથી. જેથી માત્ર પ્રથમ સત્ર ના આધારે જ 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના ગણવામાં આવશે.

Will CBSE, CISCE Postpone 2021 Board Exams? Check Out Officials Statements | India.com

Election / સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, આ પાલિકામાં 13 બેઠકો પર લહેરાયો કેસરિયો

આ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ના ગુણ તેમજ આંતરિક મૂલ્યાંકનના આ વર્ષના માળખા પ્રમાણે ધોરણ નવ અને 11માં પ્રથમ પરીક્ષા 50  તથા ધોરણ 10માં પ્રથમ પરીક્ષા 80 ગુણની, તેમજ ધોરણ 12માં પ્રથમ સત્ર પરીક્ષા 100 ગુણની યોજવામાં આવશે.

ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા 80 ગુણની રહેશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં આંતરિક ગુણ 20 રહેશે. જેમાં સામયિક એકમ કસોટી 10 ગોળની તથા નોટબુક સબમિશન નાં 5 સબ્જેક્ટ એનરીચસમેન્ટ એક્ટિવિટીનાં 5 ગુણ રહેશે.

CBSE issues new rules for Board Exam 2019 starting in three days - Education Today News

Flight / કોરોના ઇફેક્ટ : સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધની મર્યાદા 31મી માર્ચ સુધી લંબાવી

ધોરણ 10માં પણ આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે. જેમાં પ્રથમ પરીક્ષાના 10 ગુણ, નોટબુક સબમિશનનાં 5 ગુણ તેમજ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ રહેશે.

ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં પણ 20 ગુણ આંતરિક મૂલ્યાંકનનાં રહેશે.જેમાં ટર્મ  પેપર કુલ 1, સ્વાધ્યાય 1 ના 10 ગુણ, પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી એક પુસ્તકનું અવલોકન કરવાનાં 5 ગુણ, પ્રોજેક્ટના પણ 5 ગુણ રહેશે.

બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 માટે આ વર્ષ પૂરતું જાહેર કરવામાં આવેલા કોઈ મૂલ્યાંકન ગુણભારમાં પ્રથમ પરીક્ષાનાં 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ, આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ સહિત 150 માર્ક્સ રહેશે.

Mumbai / મુકેશ અંબાણી શંકાસ્પદ કાર કેસ : પોલીસને મળ્યા મહત્વના પુરાવા, CCTV ફૂટેજમાં ડ્રાઇવરની થઇ ઓળખ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…