Election Result/ જિલ્લાઓમાં ભાજપનો જય જયકાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે

Gujarat Others

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે. ભાજપે CM રૂપાણી અને નવા અધ્યક્ષ સી.આર.પાટીલની રણનીતિથી જિલ્લા પંચાયતમાં દમદાર દેખાવ કરી રાજ્યમાં એકવાર ફરી કેસરીયો લહેરાવ્યો છે. પાર્ટી એવી જીત મેળવી છે કે, વર્ષ 2010 નું પુનરાવર્તન થઇ ગયુ છે.

Election Result: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ

મહાનગર પાલિકા બાદ પાલિકા-પંચાયતમાં પણ ભાજપે ધમાકેદાર જીત મેળવી કોંગ્રેસનાં સુપડા સાફ કરી દીધા છે. પાર્ટીએ જે પ્રમાણે મહેનત કરી હતી તેને તેનુ પરિણામ પણ તે જ પ્રમાણે મળતુ દેખાયુ છે. જ્યારે બીજી તરફ સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસનાં સુપડાસાફ થઇ ગયા છે. કોંગ્રેસ પાર્ટી કહેતી આવી છે કે, જિલ્લાઓ અને ગામડાઓમાં તો અમારો જ જય જયકાર છે. પરંતુ તેના વિપરીત પરિણામ ગઇકાલે એટલે કેે 2 માર્ચનાં સામે આવ્યુ છે. જ્યા ભાજપે પૂરી રીતે કોંગ્રેસને હરાવી તેના જાણે મૂળીયા જ હલાવી દીધા હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના તરફથી ઘણા પ્રયત્નો કર્યા, ખાસ કરીને કેન્દ્ર સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા, પેટ્રોલ-ડીઝલ, ગેસનાં ભાવ વધારા અંગે વિરોધ બતાવ્યો, રસ્તે પણ ઉતર્યા, જનતાને અવગત કરાવવાનો પ્રયત્ન પણ કર્યો કે દેશમાં ભાજપનાં રાજમાં સ્થિતિ ડામાડોળ થઇ રહી છે, પરંતુ આ બધુ કરવા છતા અંતે ભાજપે મહાનગર પાલિકા બાદ પાલિકા-પંચાયતમાં પણ જબરદસ્ત જીત મેળવી કોંગ્રેસને પૂર રીતે બેેકફૂટ પર લાવી દીધી છે.

Election Result: ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનો જાદૂ બરકરાર….

હવે હાર મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દૌર શરૂ થઇ ગયો છે. ગઇકાલે પાલિકા-પંચાયતનું પરિણામ આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. સુત્રોની વાત માનીએ તો હવે કોંગ્રેસનાં નેતાઓમાં હાર મળ્યા બાદ એક પછી એક રાજીનામા આપવાની શરૂઆત થઇ શકે છે. જો કે તે આવતા સમયમાં સ્પષ્ટ થઇ જશે પરંતુ જે રીતે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવી છે, તે જોતા હવે કહી શકાય કે રાજ્યનાં જિલ્લાઓમાં ભાજપનો જય જયકાર થઇ ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ