સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વિયેતનામનો છે અને ખૂબ જ ચોંકાવી દે તેવો છે. આ વીડિયોમાં, 12 માં માળની બાલકનીથી પડી રહેલી 2 વર્ષની બાળકીને એક ડિલિવરી ડ્રાઇવરએ પકડી લીધી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Viral Video / સપના ચૌધરી હાથમાં બંદૂક અને ગુસ્સેથી ભરાયેલી જોવા મળી, જુઓ તેનો નવો અંદાજ
લોકો આ વીડિયો જોયા બાદ ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઈવર તેની ટ્રકમાં બેઠો હતો અને માલ પહોંચાડવાની રાહ જોતો હતો, જ્યારે તેણે બાલ્કનીનાં ખૂણા પર એક બાળકીને લટકતા જોઇ અને આ જોઈને તે તેને પકડવા કારમાંથી નીચે ઉતરી ગયો. જેવો બાળકીનો હાથ લપસી ગયો ત્યારે જ સ્પાઇડરમેન બની આવેલા ડ્રાઇવરે તેને પકડી લીધો. ડ્રાઈવરે કહ્યું, “સદભાગ્યે બાળક છોકરી મારા ખોળામાં આવી ગઈ. આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વળી આ સમગ્ર ઘટના દરમિયાન, યુવતીનાં મોંમાંથી લોહી નીકળ્યું હતું અને તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, હવે તે આ ક્ષણે સ્વસ્થ હોવાનું જણાવાયું છે. બિલ્ડિંગની ઉંચાઇ કે જ્યાંથી બાળક પડ્યું તે 164 ફુટ હોવાનું કહેવાય છે. વીડિયો જોઈને બધાને આશ્ચર્ય થાય છે કે આખરે યુવતીનો જીવ કેવી રીતે બચી ગયો. જો ડ્રાઈવર યોગ્ય ક્ષણ પર ત્યા પહોંચ્યો ન હોત તો બાળકી માટે બચવુ લગભગ મુશ્કેલ જ હતુ.
😱¡HEROICA ATRAPADA!👏
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM
— Unicanal (@Unicanal) March 1, 2021
ભાવ વધારો / સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કરી શકે છે ઘટાડો, થઇ રહ્યો છે પૂરો પ્રયત્ન
આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાળકીની જિંદગી બચાવનાર ડ્રાઈવર ન્ગુયેન નાર્ગોસનાં આ કારનામાએ તેને લોકોની વચ્ચે હીરો બનાવી દીધો છે. ન્ગુયેન નાર્ગોસની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો તેને ભગવાન કહી રહ્યા છે, તો ઘણા લોકો કહે છે કે ભલે તે સંયોગ હોય, પરંતુ અહી આ સારી વાત રહી કે છોકરીનો જીવ બચી ગયો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
