કોરોનાને કારણે હજુ દુનિયાભરના દેશોમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ કાર્યરત થઇ નથી. દરેક દેશની સરકાર દ્વારા ખાસ કિસ્સા માટે વિમાનીસેવા ચાલી રહી છે. ત્યારે જ લન્ડનથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા ઘણા ગુજરાતીઓ અટવાયા હોવાનું જાણી શકાયું છે. ઉનાળામાં લગ્ન ગાળો અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્લાનિંગ કરીને બેઠેલા સંખ્યાબંધ ગુજરાતી પરિવારોને પોતાના પ્લાનિંગ રદ કરવા પડ્યા છે. ૩૧મી માર્ચચ સુધી આ સેવાાા સ્થગિત કરવામાં આવી હોવાનું જાણીી શકાયુ છે. જોકે શહેરના મોટા વિઝા કન્સલ્ટન્ટ અનેેે ટ્રાવેલ એજન્ટો દ્વારા કયા કારણો સર આ નિર્ણય લેવામાંં આવ્યો છે તે જાણી શકાયું નથી તેમ કહેવામાં આવી રહ્યું છેકોરોનાને કારણે ગયા વર્ષે માર્ચ મહિનાના અંત ભાગમાં દુનિયાભરમાંથી આવતી તમામ ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી હતી.
જેને કારણે વિદેશથી ભારતમાં આવેલા લોકો ભારતમાં ફસાઈ ગયા હતા જ્યારે ભારતથી બહાર ફરવા ગયેલા, બિઝનેસ માટે ગયેલા કે અભ્યાસ માટે થયેલા વિદ્યાર્થીઓ જે તે દેશમાં પણ ફસાઇ ગયા હતા.હવે દુનિયાના જુદા જુદા દેશના નાગરિકોને ભારત માંથી પરત લઈ જવા માટે જે તે દેશની સરકાર દ્વારા ખાસ વિમાન સેવાઓ શરૂ કરવામાં આવી હતી અને ખાસ વિમાનમાં તેમને પોતાના દેશમાં પરત લઇ જવામાં આવતા હતા.
આવી જ રીતે ભારત સરકાર દ્વારા પણ મિશન વંદે ભારત શરૂ કરી દુનિયાના જુદા જુદા દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારતમાં પરત લાવવાનું અભિયાન આદર્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વદેશ પરત આવી ગયા હતા.કોરોના નું જોર ઘટતા વિદ્યાર્થીઓ માટે કે સ્પેશિયલ કેસમાં લોકો વિદેશ જઈ શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. તેવી જ રીતે લન્ડનથી અમદાવાદ ની પણ ફ્લાઇટ ચાલતી હતી જેમાં ગુજરાતીઓ અમદાવાદ આવી શકતા હતા.હવે કોઈ કારણોસર આ ફ્લાઇટ ૩૧મી માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણી શકાયું છે. અમદાવાદ ની ફ્લાઈટ રદ્દ થતા સંખ્યાબંધ ગુજરાતી પરિવારો લન્ડન માં ફસાઈ ગયા છે.અમદાવાદના વિચાર કન્સલ્ટન્ટ અને ટુર ઓપરેટરો કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે નહીં જાણતા હોવાનું કહી રહ્યા છે.
