NRI/ US માં ફરી એકવાર મોટેલ ચલાવતા ગુજરાતી પર ફાયરિંગ

20 વર્ષથી મેરિલેન્ડમાં સ્થાયી થયેલ સુરતનાં ભરથાણાનાં કણબી દંપતી ફાયરિગ : સુરત માં પરિવાર શોકમાં ગરકાઉ

NRI News
  • અમેરિકામાં ગુજરાતી દંપત્તિ પર ફાયરિંગ
  • સુરતના દંપત્તિ પર અમેરિકામાં ફાયરિંગ
  • ફાયરિંગમાં ઉષાબેનનું મોત,જ્યારે પતિ સારવાર હેઠળ
  • લૂંટના ઈરાદે કરવામાં આવ્યું ફાયરિંગ
  • અમેરિકાના મેરીલેન્ડમાં રહેતું હતુ દંપત્તિ
  • હોટલ બિઝનેસ સાથે સંકળાયેલ હતું દંપત્તિ

અમેરિકામાં રહેતા અને હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીએ પર હુમલા સાથે તેમની ગોળી મારી હત્યા કરવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે વધુ એક ગુજરાતી તેમાં પણ સુરતનાં ભરથાણા રહેવાસી અને 20 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલા દંપત્તિ પર ફાયરિંગની ગતનાં સમયે આવી છે. જો કે ફાયરિંગ બાદ પત્નિનું મોત થયું છે જયારે પતિ હાલ સારવાર હેઠળ છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં નવા 2.18 કરોડ કેસ નોંધાયા, US માં 24 કલાકમાં 1500 લોકોનાં મોત

અમેરિકામાં હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતનાં ભરથાણાનાં પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાનાં મેરીલેન્ડમાં સ્થાઈ થયેલા છે અને અહીંયા મોટેલનો બિઝનેસ સાથે સંકળાયેલા છે. જો કે પતિ દિલીપ અને પત્નિ ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા. ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને લૂંટનાં ઇરાદે દંપતી ફરી ફાયરિગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યા હતા. જો કે તાત્કાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા પત્ની ઉષા બહેનનું કરુણ મોત થઇ ગયું હતું. જો કે પતિ દિલીપભાઈ હાલમાં સારવાર હેઠળ છે. જો કે આ ઘટનાની સુરતમાં રહેતા તેમના પરિવારને જાણકારી મળતા પરિવાર શોકમાં ફેલાઈ ગયો હતો. જો કે આ પરિવારને હાલમાં સરકાર તરફથી કોઈ સત્વર માહિતી મળી નથી પણ અમેરિકા રહેતા તેમના સંબંધી દ્વારા જાણકારી મળી છે.

Vaccination / દલાઈ લામાએ લગાવી કોરોનાની વેક્સિન, કહ્યુ- આ વેક્સિન ઘણી મદદગાર છે

જો કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતી પર સતત હુમલા અને તેમના વેપારનાં સ્થળ પર લૂંટનાં ઇરાદે તેમના ઉપર ફાયરિંગની ઘટના બનતી આવી છે, ત્યારે આ વખતે સુરતનાં પરિવાર લૂંટારોનાં નિશાન પર હોવાને લઈને દંપતીનું મોટા તથા સમગ્ર વિસ્તરમાં શોકનું મૌજુ ફરી વળ્યું છે. જો કે આ દંપતીને બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉધોગ સ્તરે જોડાયેલા છે. જો કે સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે ત્યાની સરકાર હવે કેવા પ્રકારનાં પગલા ભરે છે. પણ આ ઘટનાને લઈને ફરી એક વાર અમેરિકામાં રહેતા અને તેમા પણ ગુજરાતીઓની ચિંતા વધી છે અને કહી શકાય કે, અમેરિકા સાથે ઈગ્લેન્ડ અને આફ્રિકામાં પણ સતત ગુજરાતીઓ લુટાંરુઓનાં નિશાન બની રહ્યા છે. અને ગુજરાતીની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હવે ગુજરાતીઓની સુરક્ષા માટે અમેરિકાની સરકાર ખાસ ધ્યાન આપે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ