પેટીએમએ મોબાઇલ રિચાર્જ અને બિલ ચુકવણી માટે આકર્ષક કેશબેક અને અન્ય પુરસ્કારોની જાહેરાત કરી છે. નવા યૂઝર પેટીએમ પર ‘3 પે 300 કેશબેક ઓફર’ નો લાભ લઈ શકે છે, જેમાં તેમને પહેલા ત્રણ રિચાર્જ પર 100 રૂપિયા સુધીનું ફિક્સ કેશબેક મળશે, જ્યારે હાલના યૂઝર્સ દરેક રિચાર્જ પર 1000 રૂપિયા સુધી ઇનામ જીતી શકે છે. આ ઓફર્સ જિયો, વીઆઇ, એરટેલ, બીએસએનએલ અને એમટીએનએલની પોસ્ટપેડ સેવાઓ માટે જ છે.

Vodafone Idea ના 51 રુપિયાના રિચાર્જ પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ફ્રી, કોરોના વાયરસ પણ થશે કવર
રિચાર્જ અને બિલ ચુકવણી માટેના પુરસ્કારો મેળવવા ઉપરાંત યૂઝર્સ કંપનીના રેફરલ પ્રોગ્રામમાં ભાગ લઈ વધારાનું કેશબેક પણ જીતી શકે છે. જ્યારે પણ તમે તમારા મિત્રો અને પરિવારને પેટીએમથી રિચાર્જ કરવા ઇનવાઇટ કરો છો, ત્યારે રેફર (તમે) અને જેને તમે રેફર કરો છે તે બન્નેને 100 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું, ‘મોબાઇલ રિચાર્જ અને બિલ ચુકવણી એ તમામ માટે એક સૌથી મહત્વપૂર્ણ ખર્ચ છે અને અમે અમારા યૂઝર્સને લાભ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 6 મહિનામાં, અમારા યૂઝર્સોની સંખ્યા ઝડપથી વધી છે.
પેટીએમએ તાજેતરમાં કહ્યું હતું કે વર્ષ 2022 માં વાર્ષિક એક કરોડથી વધુ યૂઝર્સ અને 7.5 કરોડ વ્યવહારો કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. કંપની દેશમાં સૌથી મુખ્ય ભૂમિકા નિભાવનારી બની ગઈ છે.
