તાજેતરમાં અમદાવાદની આયશાએ પતિના ત્રાસને લઈને આપઘાત કરી લીધો છે જોકે પતિએ આપઘાત કરતા પહેલા વિડીયો મોકલવાનો કહ્યો હતો. જો કે આ મામલો હજુ તો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આયશાની જેમાં સુરત માં શબાના નામની પરિણીતાને તેના પતિએ તરછોડી ને બીજા લગ્ન લીધા છે. અને આ પરિણીતાને આપઘાત કરવા માટે કહી રહ્યો છે. ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસ મથકના ચક્કર કાપી રહી છે.
ગુજરાત ના અમદાવાદ આયશા નામની પરણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતાં પતિ પરણીતાએ આપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલા પોતાનો વિડીયો મોકલવા માટે કહ્યું હતું. અને છેવટે આયશાએ એક વિડીયો બનાવી અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. જોકે આ વિડીયો વાઇરલ થયા બાદ આ મામલે આ પરણીતાને ન્યાય માટે અનેક લોકો સામે આવ્યા છે.
જોકે આ મામલો તાજેતરમાં ચાલી ટોક ઓફ ધી ટાઉન રહ્યો છે. ત્યારે અમાવાદની આયશા ની જેમ સુરત ની શબાના ને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપી રહ્યો છે. અને બીજા લગ્ન પણ કરી લીધા છે અને શબાના તરછોડી દીધી છે. જોકે સુરત ના લાલગેટ વિસ્તારના નાગોરીવાડ માં રહેતી આ પરિણીતાને તેનો પતિ માનસિક ત્રાસ આપી રહ્યો છે. આપઘાત કરવા માટે દબાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતની આ યુવતી કહ્યું હતું કે હું હાલમાં અમદાવાદની આયશા જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું આ યુવતીના પતિએ તેણીને રઝળતી મૂકીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. અને બીજી પત્ની લઈને ઘરે આવ્યો હતો ત્યારે શબાનાના પતિએ કહ્યું હતું કે તું કેમ હજુ જીવે છે આપઘાત કરી લે ત્યારે યુવતી ન્યાય મેળવવા માટે લાલગેટ પોલીસ અને કમિશ્નર ના દરવાજા ખખડાવીને ન્યાયની માંગ સાથે ધક્કા ખાઈ રહી છે. શબાનાને 4 વર્ષની દીકરી છે અને તેને પતિ સાથે જીવવું છે પણ પતિ તેને આપઘાત કરવા માટે શીખ આપી રહ્યો છે. ત્યારે આ પરિણીતા ન્યાય માટે વલખા મારી રહી છે અને જો ન્યાય નહિ મળે તો તેને પણ અમદાવાદની આયશા ની જેમાં આખરે આપઘાત કરવાનો વારો આવશે.
જો હાલમાં આ મહિલાની મદદ માટે સમાજ સેવી સંસ્થાઓ હાલમાં આગળ નહિ આવે તો ચોક્કસ થી શબાના બીજી આયશા બની શકે છે.
