Not Set/ AMCનાં સફાઈ કર્મચારી હડતાળ પર,13 હજાર કર્મચારી છે છતા કેમ શહેર સ્વચ્છ રહેતુ નથી: કમિશનર

અમદાવાદ અમદાવાદમાં સફાઈ કામદાર જશે હડતાળ પર બેઠા છે.. AMCના 6200 સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર મુદ્દાઓને લઇ હડતાળ પર કર્યા છે. જો કમિશનર અને સત્તાધીશો તેમણી માંગણી નહી સ્વીકારે તો અચોક્કસ મુદત માટે હડતાળ કરશે અને ઉગ્ર આંદોલનની  ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ હડતાળને પગલે કમિશનરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ

અમદાવાદમાં સફાઈ કામદાર જશે હડતાળ પર બેઠા છે.. AMCના 6200 સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર મુદ્દાઓને લઇ હડતાળ પર કર્યા છે. જો કમિશનર અને સત્તાધીશો તેમણી માંગણી નહી સ્વીકારે તો અચોક્કસ મુદત માટે હડતાળ કરશે અને ઉગ્ર આંદોલનની  ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ હડતાળને પગલે કમિશનરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. કમિશનરે જણાવ્યુ કે, સફાઈ કામદારને દર વર્ષે 325 કરોડનો પગાર ચૂકવવામાં આવે છે, શહેરમાં 13 હજાર કર્મચારી છે છતા કેમ શહેર સ્વચ્છ રહેતુ નથી. સવારના સમયે 10થી 25 ટકા કર્મચારી ગેરહાજર હોય છે અને બપોરના 6 હજાર લોકો ગેરહાજર રહે છે.

કામદારોનું કહેવું છે કે, 6200 સફાઈ કર્મચારીઓ પોતાના 16 મુદ્દાઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેમાં જે લોકો કાયમી છે તેવા કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, કેટલાક કર્મચારીઓ જે કાયમી છે તે લોકોને કોન્ટ્રાક્ટ પર રાખ્યા હોય તેવી રીતે રાખવામાં આવી રહ્યા છે, તેમને નિયમીત વેતન નથી મળતું, જેવા અનેક મુદ્દાઓ સાથે અમે હડતાળ પર ઉતર્યા છે.

કમિશનરે કડક પગલા લેતા કહ્યુ કે નોકર મંડળ તરફથી શહેરને બ્લેક મેઈલ કરવામાં આવી રહ્યા છે જો કોઇ કામગીરી નહીં કરે તો તેને દૂર કરવામાં આવશે અને તેની સામે પગલા લેવામાં આવશે. જો કોઇ કર્મચારી ગેરહાજર રહેશે તો સસ્પેન્ડથી લઈ બરતરફ કરવા સુધીના પગલા લેવાશે.

હવે ડોર ટુ ડોર સિસ્ટમ ચાલુ કરી રાત્રી દરમિયાન પણ સફાઇ કરવામાં આવશે. કામદારોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે તે માટે આદેશ કરવામાં આવ્યા હતા.

અમદાવાદના મેયર બિજલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પડતર મુદ્દાઓને લઈ સફાઈ કર્મચારીઓની માગણી ખોટી છે. બે શિફ્ટમાં કામ થાય તો શહેર આટલુ ગંદુ ન બની શકે. ગંદકી હશે ત્યાં. AMC મશીનો દ્વારા ગંદકી ગંદકી દુર કરવામાં આવશે.